________________
'સંસ્કારો અને સંયોગોની એન્ટ્રી અશુભ કર્મના ક્ષયની ચિંતા પછી કરજો પહેલાં અશુભ કર્મનો બંધ ન થાય એ લક્ષ રાખો. ઢગલાબંધ પાપ પ્રવૃત્તિઓ કદાચ ચિક્કાર કર્મો બંધાવે છે. પણ તીવ્ર રસપૂર્વક નાનકડી પણ પાપ પ્રવૃત્તિ ચીકણાં કર્મો બંધાવે છે. પદાર્થ તરફની દૃષ્ટિ આત્માને આક્રમણમાં ખેંચી જાય છે જ્યારે પરમાત્મા તરફની દૃષ્ટિ પ્રતિક્રમણ તરફ વળી જાય છે. ગુણસ્થાનકોની વિશુદ્ધિ ધર્મ પ્રવૃત્તિને એટલી નથી બંધાયેલી પણ પાપનિવૃત્તિને બંધાય છે. અર્થદંડના પાપો કરતાય અનર્થદંડના પાપો આત્મા માટે વધારે ખતરનાક છે. ચાર ક્ષેત્રના ધર્મની ખાલી જગ્યા પૂરતા રહો અને વિરાધના ક્ષેત્રે દરવાજા બંધ કરતા રહો. ઘર્મ ક્રિયાઓમાં આપણું મન સ્થિર નથી એ આપણી સમસ્યા નથી પણ પાપ ક્રિયાઓમાં મન સ્થિર છે એ આપણી સમસ્યા છે.
બાહ્ય દૃષ્ટિની પ્રવૃત્તિ બંધ પડતા જ મહાત્માઓને અંતરથી પ્રગટ થયેલી સર્વ સમૃદ્ધિઓ ભાસે છે.
અનંત શાસ્ત્રકાર, પરમ ઉપકારી ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારમાં સર્વ સમૃદ્ધિ અષ્ટકમાં જણાવે છે. બહારના પરિબળોને બંધ કર્યા સિવાય અંતરની સમૃદ્ધિ સુધી પહોંચી શકાતું નથી. મારી અને તમારી પાસે અનંત લબ્ધિઓ છે, એ પ્રલોભનોમાં પણ ફસાવવા જેવું નથી. બહારની ધૂળ ઉડતી દેખાય અને તે અંદર ન આવે તેનો વિકલ્પ એ છે કે બારી-બારણા બંધ કરીએ. બાંધેલા કર્મ તોડવા એ સારી વાત છે પણ નવા કર્મ ન બંધાય એની કાળજી રાખજે. પાપકર્મ, પાપવૃત્તિ પાપ પ્રવૃત્તિ, પાપના સાધનો, અને પાપ પ્રત્યેનો પક્ષપાત પણ ઓછો નથી. સથવારા અને સંપર્ક ઘટાડો. પાપકર્મના ઉદયકાળમાં, કર્મ બાંધતી વખતે ચિત્તમાં ધ્યાન રાખજે. સાવધ રહેજો. અને પાપ ભોગવતા હસતા રહેજો. આનંદઘનજી મહારાજે કહ્યું છે કે- “ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યાં પછી કોઈ ન બાંધે કર્મ મૃત્યુ આવે એ પોષાય પણ નવા કર્મ ન જોઇએ. પાપ કરવાવાળો દુર્ગતિમાં જાય પણ દુર્ગતિની ગતિવાળો પાપ કરીને ક્યાં જાય? જેટલી સંપત્તિની મૂડી વધારે એટલા સદ્ગતિના દરવાજા બંધ થાય છે. હિતમાં અપ્રવૃત્તિ કરતા અહિતમાં પ્રવૃત્તિ સંસાર પરિભ્રમણનું કારણ છે. પ્રભુના દર્શન જામતા નથી, કારણ હૃદયના દરવાજા બંધ કરી દીધા છે. દર્શન નિર્મળ, મુદિતેષ હોવું જોઇએ. સંસારની