________________
પરિણત સાધુને તે (શુદ્ધ અને અશુદ્ધ) પર્યાયો અભિમાન માટે થતા નથી.
શુદ્ધપર્યાયો દરેક આત્મામાં સમાન હોવાથી અમુક જીવ ઉચ્ચ છે, અમુક જીવ નીચ છે, અમુક જીવ નાનો છે, અમુક જીવ મોટો છે, એવો ભેદ ન રહેવાથી હું અમુક જીવથી ઉચ્ચ છું, મારામાં અમુક જીવથી અમુક વિશેષતા છે એમ અભિમાન કરવાનો પ્રસંગ જ રહેતો નથી. શરીર, ધન, રાજ્ય વગેરે પુદ્ગલ પર્યાયો તો સદા સાથે રહેતા ન હોવાથી તથા અન્ય જીવોએ પણ ભોગવેલા હોવાથી (એઠા અન્નની જેમ) તુચ્છ છે. તુચ્છ વસ્તુઓનું અભિમાન શું? આમ, મહામુનિ બંને પ્રકારના પર્યાયોથી અભિમાન કરતા નથી.
क्षोभं गच्छन् समुद्रोऽपि, स्वोत्कर्षपयनेरितः ।
गुणौघान बुबुदीकृत्य, विनाशयसि किं मुधा ।।७।। (૭) -મુદ્રઃ-મર્યાદા સહિત હોવા છતાં પિ-પણ સ્વ- ઉં-પવન-તિઃપોતાના અભિમાન રૂપ પવનથી પ્રેરાયેલો ક્ષોમ-વ્યાકુલતાને છ–પામતો 'THબોધ-ગુણના સમુદાયને યુવતી ત્ય-પરપોટારૂપ કરીને મુઘા-ફોગટ વિ-કેમ વિનાશયસિ?-વિનાશ કરે છે?
(૭) મહાનુભાવ! સમુદ્ર (=સમુદ્ર) સાધુવેશની મર્યાદા સહિત હોવા છતાં, સ્વોત્કર્ષ રૂપ પવનથી પ્રેરાઈને ક્ષોભ પામતો તું જ્ઞાનાદિગુણોના પુજને પરપોટા રૂપે કરીને ફોગટ શા માટે વિનાશ કરે છે? જેમ સમુદ્રને પવનના બળે પાણીને પરપોટા રૂપે કરીને વિનાશ કરવો યોગ્ય નથી, તેમ ઉત્તમ પુરુષને ઉત્કર્ષથી પોતાના ગુણોનો વિનાશ કરવો યોગ્ય નથી.
निरपेक्षानवच्छिन्ना-ऽनन्त चिन्मात्रमूर्तयः ।
योगिनो गलितोत्कर्षा-ऽपकर्षानल्पकल्पना ।।८।। | (૮) નિત-ગળી ગયેલી છેવર્ષ-અધિકતા અને અપકર્ષ-હીનતાની મનઘણી શત્પના:-કલ્પનાઓ જેમની એવા યોનિઃ-યોગીઓ નિરપેક્ષ-અપેક્ષા રહિત મનછિન્ન-દેશની મર્યાદા રહિત મનન્ત-કાળની મર્યાદા રહિત વિન્માત્રમૂર્તય:-જ્ઞાનમાત્ર શરીર છે જેમનું એવા બને છે. (નિરપેક્ષ વગેરે ત્રણ વિશેષણો વિન્ના છે.)
(૮) ઉત્કર્ષ-અપકર્ષની ઘણી કલ્પનાઓથી રહિત યોગીઓને અપેક્ષા (૧) દેશમાન અને કાલમાનથી રહિત જ્ઞાનમાત્ર શરીર રહે છે. અર્થાત્ મુક્તિની પ્રાપ્તિ થાય છે. મુક્તિમાં દારિકાદિ શરીર ન હોય કિંતુ કેવળજ્ઞાન રૂપ શરીર હોય.