________________
१९ तत्त्वद्दष्ट्यष्टकम् रूपे रूपवती द्दष्टि-दृष्ट्वा रूपं विमुह्यति ।
मजत्यात्मनि नीरूपे, तत्त्वद्दष्टिस्त्वरूपिणी ।।१।। () રૂપવતી-રૂપવાળી છિ:-દષ્ટિ પં-રૂપને ટુવા-જોઇને રૂપે-રૂપમાં વિમુતિ-મોહ પામે છે અરૂપિvી-રૂપ રહિત તત્વgિ:-તત્ત્વની દૃષ્ટિ તું-તો નીરૂપેરૂ૫ રહિત માત્મનિ-આત્મામાં મન્નતિ-મગ્ન થાય છે.
(૧) પૌદ્ગલિક દૃષ્ટિ (રૂપવાળી હોવાથી રૂપ જોઈને તેમાં મોહ પામે છે. જ્યારે તત્ત્વદૃષ્ટિ (રૂપ રહિત હોવાથી) રૂપ રહિત આત્મામાં મગ્ન થાય છે.૧
૧. મતિ આદિ જ્ઞાનમાં ઇન્દ્રિયો વગેરેની અપેક્ષા રહે છે. જ્યારે કેવલજ્ઞાનમાં તેની અપેક્ષા રહેતી નથી. મતિ આદિ જ્ઞાન નિયત ક્ષેત્ર સુધી જ થતું હોવાથી દેશમાનથી સહિત છે, જ્યારે કેવલજ્ઞાન તેનાથી રહિત છે. મતિ આદિ જ્ઞાનમાં કાળની પણ મર્યાદા હોય છે. જ્યારે કેવલજ્ઞાન કાળની મર્યાદાથી રહિત છે. અહી નિરપેક્ષ આદિ ત્રણે વિશેષણો જ્ઞાનના છે.
भ्रमवाटी बहिईष्टि-भ्रं मच्छाया तदीक्षणम् ।
अभ्रान्तरतत्त्वद्दष्टिस्तु, नास्यां शेते सुखाशया ।।२।। (૨) વદિ –બાહ્ય દૃષ્ટિ-દષ્ટિ પ્રમવાટી-ભ્રાન્તિની વાડી છે. તત્ક્ષ ણ-બાહ્ય દૃષ્ટિનો પ્રકાશ પ્રમcછાયા-ભ્રાન્તિની છાયા છે. તુ-પરંતુ અગ્રાન્ત:-ભ્રાન્તિરહિત તત્ત્વષ્ટિ -તત્ત્વની દૃષ્ટિવાળો મચ-ભ્રમની છાયામાં સુ-આર-સુખની ઇચ્છાથી શેતે-સૂતો નથી.
(૨) બાહ્યદૃષ્ટિ ભ્રાન્તિની વાડી છે. બાહ્ય દ્રષ્ટિનો પ્રકાશ ભ્રાન્તિની છાયા છે. બ્રાન્તિથી રહિત તત્ત્વદૃષ્ટિવાળો આત્મા સુખની ઇચ્છાથી ભ્રાન્તિની છાયામાં શયન કરતો નથી.
પોદ્ગલિક વસ્તુઓમાં સુખ છે એવી બુદ્ધિ એ બાહ્યદષ્ટિ છે. આવી બુદ્ધિ (=બાહ્યદૃષ્ટિ) ભ્રાન્તિથી=વિપરીત જ્ઞાનથી થાય છે. આથી અહીં બાહ્યદૃષ્ટિને ભ્રાન્તિની વાડી કહી છે. બાહ્યદષ્ટિનો પ્રકાશ એટલે કે બાહ્યદૃષ્ટિથી જોવું એ ભ્રાન્તિની વાડીમાં રહેલા ભ્રાન્તિરૂપ વૃક્ષોની) છાયા છે. જેમ વિષવૃક્ષની છાયા વિષ રૂપ હોય છે, તેમ ભ્રાન્તિની (બ્રાન્તિની વાડીમાં રહેલા ભ્રાન્તિ રૂપ વૃક્ષોની) છાયા પણ ભ્રાન્તિ રૂપ હોય છે. મોહાધીન જીવો એ છાયામાં સુખની ઇચ્છાથી શયન કરે છે, અર્થાત્ સુખની ઇચ્છાથી વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. પણ તત્ત્વદૃષ્ટિ જીવો વિષયોમાં સુખ નથી એમ સમજતા હોવાથી સુખની ઇચ્છાથી એ છાયામાં શયન કરતા નથી=વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી. તત્ત્વદૃષ્ટિ આત્મા વિષયમાં પ્રવૃત્તિ કરે નહિ અને કરે તો પણ સુખની આશાથી તો ન જ કરે.