________________
તત્વષ્ટિ • જ્ઞાનીનો અને આપણો તફાવત આંખનો નથી પણ દૃષ્ટિનો છે.
પરમાત્મા પરના રાગ વિના ભક્ત બની શકાતું નથી અને છેવટના તબક્કે એ રાગ છોડ્યા વિના ભગવાન બની શકાતું નથી. આપણને જાણવામાં જેટલો રસ છે એટલો રસ જાણકારને સમર્પિત બનાવ્યો
નથી. • દોષિતને સુધરવું સરળ છે. પણ દંભીને સુધરવું અશક્ય છે. • સ્પષ્ટ દર્શનમાં અને સત્યદર્શનમાં દૃષ્ટિની મર્યાદા જેટલી બાધક બને છે.
એના કરતાં અનેકગણી બાધક દૃષ્ટિની મલિનતા છે. કર્મબંધનોથી બચવાની વાત પછી કરજો પહેલાં અશુભ કર્મબંધથી જાતને બચાવો. ગોળ-કારેલાની તાકાત તોડી નાખે છે તો યતના પાપક્રિયાની તાકાતને તોડી નાખે છે. ભાવનો બગાડો ભવ બગડશે અને બગડી ગયેલો ભવ આગળ જતાં ભવની અને ભાવોની પરંપરા બગાડી નાખશે.
રૂપવાળી દષ્ટિ રૂપને જોઈને રૂપમાં મોહ પામે છે. રૂપ રહિત તત્વની દૃષ્ટિ રૂપ રહિત આત્મામાં મગ્ન થાય છે.
અનંત ઉપકારી, પરમ માર્ગદર્શનકારી ‘તત્વદૃષ્ટિ' અષ્ટકમાં આપણને તત્વ સાથે જીવનદષ્ટિની વાત કરી રહ્યા છે. તત્વદૃષ્ટિ એટલે તમામ વાસનાઓને નિર્મૂળ કરવાની ઈષ્ટ. આપણી અને જ્ઞાનની દષ્ટિ જુદી છે. બન્નેમાં ભેદ છે. બે પ્રકારની દૃષ્ટિ સમજાવે છે. બાહ્યદૃષ્ટિ અને તત્વદૃષ્ટિ.
બાહ્યદૃષ્ટિઃ ડગલે પગલે સંસારમાં બાહ્યદૃષ્ટિ રખડાવે છે. બહિર્ભાવમાંથી નીકળવા જ ન દે. જ્ઞાનીની દૃષ્ટિ સમ્યક છે. સમ્યગ્રષ્ટિ પર પરમાત્મા પાસે છે. સમકિત વિના તપ પણ પરિણામદાયક બનતો નથી. ૧૦૦ માઇલ દોડો પણ દિશા ગલત હોય તો શું? ગલત દિશાના કારણે બધી દષ્ટિ ફેલ જાય. ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે તો જ સમ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય.
પુદ્ગલોને છોડવા તે વ્યવહાર ધર્મ જ્યારે પદાર્થને હૃદયથી છોડવા એ નિશ્ચય ધર્મ છે.
ઘર છોડવું એ અલગ વાત અને હૃદયથી ઘરને ભૂલવું.
CQ DED.
3ભૂજ