________________
શિષ્યો દોડ્યા. એક જાણીતી વનસ્પતિનું એક પાન તોડી લાવ્યા. વાટીને તેનો રસ સાપ જ્યાં કરડ્યો હતો એ જગ્યા પર લગાડ્યું. ઝેર ત્યાં જમા થઈ ગયું તરત ચૂસીને ઝેર કાઢી નાખ્યું. ગુરુ જાગૃત બન્યા. પૂછયું તો બધા કેમ ભેગા થયા છો? મુખ્ય શિષ્ય બધી વાત કરી કયો ઉપચાર કર્યો? શિષ્ય બધી વાત કરી. ગુરુએ પૂછ્યું પાંદડુ નીચે પડેલું કે ઝાડ ઉપરથી તોડ્યું? ઉપરથી તોડ્યું, જવાબ આપ્યો, ગુરુએ ૫૦૦ શિષ્યો વચ્ચે પ્રત્યુત્તર આપતા કહ્યું. તમોએ મારા જીવનદાન માટે પુણ્યનું ઉપાર્જન કર્યું જ છે. પણ એક પાંદડાની વિરાધના કરી માટે હવે આજીવન છ વિગઈનો ત્યાગ કરું છું. તમોએ જાવજીવના પચ્ચખ્ખાણ તોડ્યા તેના માટે હું જાવક્ટીવ છ વિગઈ ત્યાગું છું. સંસારમાંથી બચાવનાર એક માત્ર યતના/જયણા છે. દરેક ક્રિયા કારેલા જેવી છે. યતના ગોળ જેવી છે. વડીલ દીકરીના કહેવાથી વ્યાખ્યાનમાં ગયા. વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ પૂંજણીનો મહત્વ બતાવ્યો. બધાએ નિયમ લીધો. રોજ સવારે ચૂલો/ગેસ પૂજીને પછી ચાલુ કરવો. એ વડિલે કહ્યું સાહેબ! પૂંજણીનો નિયમ લીધો હતો. સવારની ગાડી પકડવી હતી પત્નીને કહ્યું ચા બનાવી આપ. તેણે કહ્યું આજે ઠીક નથી તમો જરા બનાવી લો. બધુ ગોઠવ્યું ચૂલો સળગાવવા ગયો ત્યાં નિયમ યાદ આવ્યો. પૂંજણી લઈ પૂંજવા ગયો. ત્યાં ૪૦૦ થી ૬૦૦ કીડીઓ બહાર આવી. પત્નીને પૂછ્યું આમ કેમ? ત્યારે તેણે જવાબ આપ્યો કે ગઈકાલે મહેમાન આવેલા. ચા બનાવી હતી ઉભરાઈ ગઈ એ ચામાં રહેલી મીઠાશના કારણે કીડીઓ આવી ગઈ એક પૂંજણીથી આટલા જીવ બચી ગયા. પૂંજણીની તાકાત કેટલી? તમારાથી કમજોર જીવોને બચાવવા સમય અને સાવધગિરી નહીં હોય તો ભવાંતરમાં તેમને કતલખાને જતા કોણ બચાવશે? જીવનનો એક વ્યવહાર અને એક ક્ષેત્ર એવું બનાવો જેમાં ૧૦૦ ટકા ભગવાનની આજ્ઞા ચાલતી હોય. બાથરૂમમાં સાબુના ક્ષારમાં પટકાય શસ્ત્ર છે. પાણીના જીવો મરે ઉપરથી ઠંડુ પાણી રેડતા. પાણીના જીવો પાણીથી મરે તે સ્વકાય શસ્ત્ર. પાણીના જીવો બીજાથી મરે તે પરકાય શસ્ત્ર. સાબુના ક્ષારમાં પરકાય શસ્ત્ર છે. તેનાથી પાણીના જીવો મરે છે. કોઈને એક્સીડેન્ટના ઘાવ પર ક્ષાર છાંટવામાં આવે તો કેવી વેદના થાય. પહેલા સાબુ ઓછા કરો પછી કાઢજો. સામાન્ય ધર્મ છોડી વિશેષ ધર્મ પકડવા જાય તેના વિશેષ ધર્મનો કોઈ અર્થ નથી. એમ હરિભદ્રસૂરિ કહે છે. સવારની યાતના પછી યતના પ્રથમ કરજો. સવારના સંડાસ ધોવાય ત્યારે પાણીની