________________
મનુષ્ય જીવન અબાધાકાળનો મળેલો સમય છે. આપણે સાધના કરવાની છે. અનંત ગુણો સત્તામાં પડેલા છે. સાવધગિરી રાખવાની છે. કારણ કે અનંતદોષો પણ સત્તામાં પડેલા છે. સાવધગિરી કરવાની છે કે દોષો બહાર આવે નહીં. ભગવાનને જે રોકડે છે. આપણે ચોપડે છે. ચોપડામાં આવેલી ચીજ રોકડામાં આવી જાય તે માટે ભગવાનની ભક્તિ કરી ન્યાલ થઇ જઇએ. જ્ઞાનવિમલસૂરિ મહારાજાનું છેલ્લું ચોમાસું રાંદેર (સુરત) હતું. પાટ પર બેસી ન શકાય તેવી પરિસ્થિતિ હતી છતાં અભિગ્રહ કર્યો રોજ સવારના સિદ્ધગિરીનું એક સ્તવન ન રચાય ત્યાં સુધી મોઢામાં પાણી-નવકારશી ન કરવી. છેલ્લે તેમણે ૯૩૩ સ્તવન બનાવ્યા. મુંબઈ ઘાટકોપરથી કોઇક ભાવિકે એના સ્તવનોની બુક પ્રકાશન કરી છે. અબંધાકાળનો સદ્ધપયોગ કરો. સદ્ગતિ રીઝર્વ કરો.
અત્યારના કાળે ચાર કલંક લાગેલા છે. ૧. વૈરાગ્યની કચાશ. ૨. વિનયની કચાશ. ૩. વિવેકની કચાશ. ૪. શ્રદ્ધા-પુરુષાર્થની કચાશ.
વિતરાગી, વૈરાગી અને ગુણ નામનો
છોડ રૂપવાન, સંપત્તિવાન અને સત્તાવાનના નાદે ચઢવા જેવું નથી.
၃၃၃၃၃၃၃