________________
થતી વિરાધનામાં બધો જ ધર્મ ધોવાઇ જાય છે. પાણીના અસંખ્ય ટીપામાં અસંખ્ય જીવો નહીં પણ પોતાની જાત દેખાવી જોઇએ. ભવાંતરમાં જો ત્યાં ઉત્પન્ન થવાનું આવશે તો આપણું શું થશે? અનંતકાળમાં ભમવું ન હોય તો નાનામાં નાના જીવને બચાવો. મારી આંખ પર મારો ભરાસો નથી. કરેલા પાપો માર ખાય કે ભોગવવા પડે? ભોગવવા પડે. ભોગવવા પડે છે એના કરતા નવા ચિક્કાર બંધાય છે. હોટેલમાં જવાથી થયેલા પાપ આયંબિલ કરવાથી છૂટે તેનો અર્થ શું? નવા ન બંધાય? નવા ન બંધાય તો જૂનાનું શું? જિંદગીભર વાસનામાં પાપ કર્યા પછી જીવનભરના બ્રહ્મચર્યના પચ્ચખ્ખાણનો અર્થ સરે છે? વર્તમાનમાં કરેલા પાપો છોડવા અને ભવાંતરમાં નવા ન બંધાય તે રેશ્યો કેમ તૂટવાનો? કમ્મપયડી સૂત્રમાં કહ્યું છે. જિન શાસનની અદ્ભુત પ્રસાદી છે. ચીકણામાં ચીકણું કર્મ બાંધ્યા પછી ઉદયમાં આવતા પહેલા અબાધાકાળ આવે. આ અબાધાકાળ એટલે પીડા ન કરી શકે તે તેમાં આયંબિલ કરવાની તક મળી તે. અત્યારે અનંતકાળના અનંત કર્મો સુષુપ્ત અવસ્થામાં પડ્યા છે, તો આ અબાધાકાળમાં તેની સાધના કરી-આરાધના વધારી તોડી નાખો. માટે વર્તમાનકાળનો ધર્મ અબાધાકાળમાં લાભ ઉઠાવવા મનુષ્ય ભવ મળ્યો છે તેમાં ધર્મ કરી લેવા જેવો છે.
સ્ત્રીને જોઇને થયેલા વિકારને તોડવાની તાકાત પ્રભુ દર્શનમાં છે. ચીકણામાં ચીકણા કર્મો સ્ટોકમાં પડ્યા જ છે. તેમાં પાપો ચાલુ રાખવા છે કે ધર્મ કરી પાપો છોડવા છે? તે નક્કી કરી લેજો. કર્મ તો છે જ એને ઉદયમાં આવતા ભોગવવાની તાકાત નથી આપણે શું કરી રહ્યા છીએ? અંધાપો આવે તે પહેલા મળેલી આંખોથી પરમાત્માના દર્શન કરી લેજો. પાપક્રિયા અને પાપોના ભાવ બન્ને જુદા છે. તંદુલિયા મત્સ્યનો પાપનો ભાવ નિરંતર ચાલ્યા કરે છે. તેને ગતિ નિરંતર દુઃખવાળી મળે. ગરોળી જુઓ તેની લેશ્યા કેવી? સ્ટેડી રહે પણ મુખ કેવું? કોઇ જીવને જોયો નથી અને તરાપ મારી નથી. ૨૪ કલાક તેના ભાવ ખરાબ. ખરાબ ક્રિયા માફ કરી દઇએ પણ ખરાબ ભાવ માફ ન કરાય. બિલાડીના ભવમાં મા એવી ટ્રેનીંગ આપે છે કે ઉંદર કેવી રીતે મારી શકાય.
ભાવનો બગાડો ભવ બગાડે. અને બગડી ગયેલો ભવ આગળ જતા ભવની અને ભાવની પરંપરા બગાડી નાખે છે. ભવાંતર તો બગડે જ છે જ. પાપ કરવા પડે તે ઠીક પણ પાપના વિચારોમાં રમતા નહીં. છ ખંડનું સામ્રાજ્ય ચક્રવર્તીને આપ્યુ. જ્યારે અઢી ફૂટનું રજોહરણ ગુરુએ આપ્યું એના આનંદનું વર્ણન કરી શકાય તેમ નથી. અબાધાકાળનો લાભ ઉઠાવી લો. મન મૂકીને પરમાત્માના દર્શન-વંદનપૂજન-ગુણગાન કરો. સદ્ગતિ મળશે જ. હમણાં જેટલો સમય મળ્યો છે તે ખૂબ મહત્વનો છે. બે ઘડીથી સીત્તેર કોડાકોડી ભવનો. આજે બાંધેલું કર્મ બે ઘડીથી લઇ ૭૦૦૦ વર્ષમાં જ ઉદયમાં આવે. આજે જે અંગોપાંગ સ્વસ્થ છે. સંપૂર્ણ
રર. ૧૬૮