________________
સૈનિક બની અજયપાળ પાસે કુરનીશ બજાવી ઉભો રહ્યો. તમે આને નહીં ઓળખો પણ તે નાટક બહુ સારું કરે છે, રાજા થાક્યા પણ હતા. પણ પોતાની તાકાત પર રામલાને ભરોસો હતો એટલે નાટકની હા પાડી. અજયપાળ પાસેથી રામલાએ લખાવ્યું નાટક ગમે તેવું હોય મને કે મારા પરિવારને સજા કરવાની નહીં. નાટક ચાલું થયું. ચિક્કાર જનમેદની. પ્રથમ અંક જિનમંદિરની પ્રતિષ્ઠાનું હતું. રાજા ગુસ્સે ભરાયો. બીજા અંકમાં બાપા મરવા પડ્યા છે. ત્રણેય દીકરાઓ પાસે છેલ્લી ઇચ્છા કહે છે. આક્રમણ આવે તો તોડનારા ઘણા મળે પણ હાથમાં પાણી લઈને કહો મારા મંદિરની રક્ષા કરીશ. આ જોઈ અજયપાળ ગુસ્સામાં ઉભો થઈ ગયો. બારોટે બેસી જવા કહ્યું તમે વચન આપ્યું છે. કાંઈ નહીં કરી શકો. બીજા દીકરાએ પાણી લીધું. ત્રીજા અંકમાં મોટાએ પ્રતિજ્ઞા લીધી. બાપાએ નાનાને બોલાવી કહ્યું તું નાનો છે. તે સાચવી લેજે. નાનો અજયપાળની ભૂમિકા ભજવે છે. મંદિરને લાકડીથી તોડે છે. બાપ ઉભો થઈ ગયો મરણ પથારીએ પડ્યો. અજયપાળ આ દશ્ય જોતો રહી ગયો. બાપા કહે તારા કરતાં તો અજયપાળ સારો કે બાપના ગયા પછી મંદિર તોડશે તું તો મારી સામે તોડે છે? અજયપાળ સમજી ગયો. તેણે મંદિરો ન તોડવાની પ્રતિજ્ઞા લઈ લીધી. પરમાત્માના શાસનમાં નાટકની પણ આ તાકાત છે. આવા રામલાલો ઘણા પેદા થયા ત્યારે તીર્થ રક્ષા થઇ છે. આપણી પાસે દાઝ નથી કે ખુમારી નથી. શત્રુંજયના પૂજારીઓ સુરક્ષા ગ ગમે તેમ હળતાડો પાડી દે. સંઘની શ્રદ્ધાને મલિન કરે, ગમે ત્યાં થૂકે, ગમે ત્યાં વિષ્ટા કરે અને મોતીશા શેઠના બહારના વરંડામાં ખાય અને તીર્થના શિખરો સામે પગ રાખી સૂઈ જાય. પરિસ્થિતિથી સમેતશિખરની પણ એ જ છે. એ લોકોની બહાદુરીથીએ જીતતા નથી પણ આપણી કમજોરીથી એ લોકો જીતે છે. અષ્ટાપદ પાસે આવી. ભરત વિનંતી કરે છે : તાતનું નિર્વાણ સાંભળી રે, ભરતજી શોક ધરાય, આવ્યો અષ્ટાપદ ગિરે, પરિવાર લઈ સમુદાય, દીયો દર્શન મહારાજ... વાંદી ઘૂભ ને પ્રભુના પગલા. બેસે નેહને તીર વિનંતી કરો, ઉપકાર સાંભળો, નયણે ઝરતે નીર પ્રભુજી દીયો દર્શન.... મહાજનોની તાકાત તૂટી કુસંપ-ફ્લેષ-મમ્-ઈર્ષ્યાઓ વધી ગઈ. હાર્યા લડાઈ પણ યુદ્ધ હારી ગયા. અમે તો આજે તમને એટલું કહીએ છીએ કે તમારું અમને જોઇતું નથી પણ અમારું અમારી પાસે રહેવા દો.
મારું એ તારું છે એ તાત્વિક ગુણ છે. • તારું એ મારું છે એ રાજસિક ગુણ છે. • તારું એ તારું છે એ સાત્વિક ગુણ છે.