________________
એક સન્યાસી લંગોટ પહેરી ૧૨ વર્ષથી સૂતા નથી. એવું રાજાએ સાંભળ્યું એમને મળવા ગયો. રાજા વિચારે છે કે રાજાને રાજકારભારની કે સંપત્તિની કાજે જાગવું પડે પણ સંન્યાસીને શું કામ જાગવું પડે. તેમણે સાધુને પૂછ્યું. રાજાએ આખી રાત જાગીને જોયું. વિશ્વાસ જાગ્યો. વિશ્વાસ અહોભાવ લઈ આવે છે. અકબરના મનની શ્રદ્ધા કેવી? ગંધારમાં બેઠેલા ગુરુ ચંપા શ્રાવિકા પર છ મહિનાના ઉપવાસની તાકાત આપવા જેટલી કૃપા મોકલી શકે તો મારી બાજુમાં બેઠા હોય તો મારો બેડો પાર થઈ જાય. ગંધારના રામજી શ્રાવકને હીરસૂરિ મ.ના સમાચાર મળ્યા તે મનમાં અભિગ્રહ ધારણ કર્યો જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી છ વિગઇનો ત્યાગ કર્યો. હીરસૂરિ મ. સાંભળીને વિહાર લંબાવ્યો ત્રણ ચોમાસા વચ્ચે થઈ ગયા. છતાં રામજી ડીસ્ટર્બ નથી થયો. કેવો વિશ્વાસ! આજ રામજી શ્રાવક ૫૦૦ વખારો લઈને બેઠા છે. અબજોનો વહીવટ લઈને બેઠા છે છતાં ઉત્સાહ પરાકાષ્ટાનો! હીરસૂરિ મ. પધારી રહ્યાના સમાચાર લાવનારની સામે ચાવીનો ઝૂડો ફેકે છે અને કહે છે જે ચાવી જોઈએ તે પસંદ કરી લે. તેમાં રહેલ માલ તારો. અનંત ઉપકારો જેણે તમારી પર કર્યા તેના પર તમારી શંકા? દરિયો ગમે તેટલો મોટો હોય પણ તમારા હાથમાં ટબુડી હોય તો ટબુડી જેટલું જ પાણી મળે. સમાધિ ટકાવી રાખવી હોય તો આ યાદ રાખજો. આપણા પરિવાર આપણી લાગણી-પ્રેમ અને પુરુષાર્થની ઉપેક્ષા કરે ત્યારે વિચારજો કે આપણે અનંત તીર્થકર, સિદ્ધના પ્રેમને, પુરુષાર્થની પૂર્વમાં કદર કરી નથી. તેમની લાગણીઓ તોડી છે માટે આમ થાય છે. ભગવાન સાથે વિશ્વાસઘાત કર્યો છે પણ તેઓએ સદા મારા પર વિશ્વાસ રાખ્યો છે. બધા કરે તે આપણે કરવા જેવું નથી. સંસારમાં વિશ્વાસ જેવું કાંઈ જ નથી માટે તો અમોએ સંસાર છોડ્યો અને ચારિત્રના માર્ગે ચાલ્યા. રામજી શ્રાવકે હીરસૂરિ મ. ગંધાર પધાર્યા ત્યારે મંગલાચરણ સંભળાવ્યું ત્યારે સોનાની ગીનીની પ્રભાવના કરી. તીર્થના વાઇબ્રેશન હોય છે. નિર્મળ થઈ સંકલ્પ કરો તો અસર થાય. ગુરુ પણ તીર્થરૂપ છે. હીરસૂરિએ અકબર પાસે ૨૦ તીર્થકરોની નિર્વાણ ભૂમિ માંગી. અકબરે એ તીર્થરૂપ ગુરુના વચને ફરમાન કર્યું આ વિષમ કાળમાં પ્રભુની વાણી સત્યરૂપે પરિણમી રહી છે. પ્રભુએ કહ્યું કે સિંહ કાગડાની સેવા કરશે, આપણી કમજોરી, આપના પુણ્ય કાચા પડ્યા, કમજોરી ઘણી આવી ગઈ છે. તારંગા તીર્થ અજયપાળના ફરમાનથી તોડવાનું નક્કી થયું, મહાજન વિચારે છે કે હવે શું કરવું? રામલાલ બારોટે મંદિર તોડતું અટકાવવાની જવાબદારી લીધી. કુમારપાળ જેટલા દેરાસરો બંધાવતો જાય એટલા અજયપાળ તોડતો જાય. બારોટ