________________
પુણ્ય વગર ચાલે તેમ નથી. તીર્થકરો પુણ્ય હોય તો જ તીર્થની સ્થાપના કરે. ઉપેક્ષાથી સુખ ન ઝૂંટવાય. પણ કોઈ ઉપેક્ષા કરે તો ગુણ ન સચવાય. પ્રોડક્શન ન કરતી મશીન ચાલુ રાખો છોને? તેમ ભાવ ન જાગે તોય ક્રિયા-આરાધના-દેરાસર જવાનું ચાલુ રાખો. તાળામાં ચાવી નાખો. સાચું તાળુને સાચી ચાવી હોય તો તરત તાળુ ખૂલે છે. કાટના કારણે ખોલતા વાર લાગે. કાટ લોખંડમાંથી પેદા થાય તેમ લોખંડ સમાન દુઃખ હોય, દુઃખ પણ આપણામાંથી જ પેદા થાય છે. ક્ષાયિક સમકિત શ્રેણિકને રોજ ૧૦૦ ફટકા ખાવા પડે છે. તમારો દીકરો તમને પપ્પા કહે એમાં તમારું પુણ્ય છે. દીકરાઓ આડા ફાટે ત્યારે માનજો કે મારા પુણ્યની કચાશ છે. ભગવાને સમસરણમાં જે તત્વજ્ઞાન મને સમજાવી ન શક્યા તે રોજ ૧૦૦ ફટકા મારી તું મને સમજાવી રહ્યો છે. પ્રભુની ભક્તિ એને જેલમાં કામ આવી. ૧૦૮ જવાનો સાથિયો કર્યો તેણે મને બચાવ્યો તેમ ન વિચારતા કર્મ મારા સાફ થઈ રહ્યા છે આજ વિચારધારા શ્રેણિકની છે. શ્રેણિક પુરુષાર્થ કરે મળે પુણ્યને કારણે.
વર્તમાનમાં આપણી પરિસ્થિતિએ સમાધિ નથી તોડી પણ પુણ્ય પરના અવિશ્વાસના કારણે સમાધિ તોડી છે. ઘરમાં બધા જ તમારું માને એ તમારા પુણ્યને કારણે. પુણ્ય નબળું પડ્યું કોઈ નથી સાંભળતું.
પુણ્યના કારણે જે મકાન ટકતું હતું તે પુણ્યના કારણે કાચું પડ્યું. એકવીસમાં કર્મ વિપાક અષ્ટકમાં આ વાતો મૂકી છે, જેની આંખના ઇશારે પર્વતો ધ્રુજી ઉઠતા હતા તેને રોટલા માટે ફાંફા મારવા પડે છે.
મેવાડના રાજા મહારાણા પ્રતાપ અકબરના કારણે ભાગતો-ફરતો હતો. જંગલમાં ભિખારી પાસે રોટલાનો ટુકડો માંગવો પડ્યો. જ્યાં ઝાડ નીચે બેસીને ખાવા જાય છે
ત્યાં ઉપરથી કાગડો આવી રોટલાનો ટુકડો ઉપાડી ગયો. મહારાણા પ્રતાપ ચોધાર આંસુએ રડી પડ્યો. પુણ્ય ઓછું પડ્યું. બે કામ કરો.
૧) આરાધના વધારવાની છે. ૨) સમાધિ ટકાવવાની છે.
વાતાવરણ તો હંમેશા પ્રતિકૂળ જ રહેવાનું છે. તેમાં જ સમાધિ ટકાવી રાખવાની છે. એવોર્ડ નિગ્લેટ કરી શકો પણ સજા તો ભોગવવી પડે પુણ્યને છોડી શકો પણ પાપનો ઉદય તો ભોગવવો જ પડે છે.
જે વાતાવરણને ફેરફાર કરવાની તાકાત ન હોય તો તેને સ્વીકારતા થઈ જાઓ સમજો કે પુણ્ય ઓછું પડ્યું છે. દીકરાને આજ્ઞા કરવા છતાં ન માને તો આજ્ઞા કરવાનું બંધ કરો. લેક્ટર ન આપો. દીકરાને સમજાવવાની જગ્યાએ મનની માવજત કરો. • વડોદરામાં એક ભાઇ, ત્રણ દીકરા અને બે દીકરી જન્મથી કોઇએ રાતના ખાધુ
YFFFFFFF ર૭૩૩૩૩૩૩૪ ૧
၃၄၃၄၃၄