________________
સુકૃતની જાહેરાત છે. અને ગુણનો સંબંધ વર્તમાનના સુકૃત સાથે છે.
સુખનો અહંકાર કરતા ગુણનો અહંકાર વધારે ખતરનાક છે. વર્તમાનમાં તમે સુકૃત કરી શક્યા તેના ત્રણ કારણો છે.
૧. ગત જન્મના થોડા સારા “સંસ્કારો છે. ૨. વર્તમાન કાળમાં મળી જતા થોડા સારા “સંયોગ છે. ૩. તમારું પોતાનું સત્વ.
ગત જન્મના સંસ્કાર એટલે ઈલેક્ટ્રીસીટીનો પ્રવાહ ચાલુ છે. વર્તમાન સંયોગ એટલે સ્વીચ તૈયાર છે. સત્વ એટલે સ્વીચ તરફ લંબાયેલો હાથ.
પરમાત્માનું મંદિર મળ્યું તે ગત જન્મના સંસ્કારના કારણે. ઘરેથી દેરાસર જવા નીકળ્યા તે સંયોગ અનુકૂળ. પરમાત્માને જોતા જ એટેચ થઈ ગયા તે સત્વ.
મહત્વનો ફાળો સત્વનો છે. કારણ કે ગમે તેટલી લાઈટો-સ્વીચો હોવા છતાં સ્વીચો ઓન કરવાનો પુરુષાર્થ કરે તે સત્વનો ફાળો વિશેષ છે.
ગમે તેટલા પ્રમાદી બનશો તો સુખ ટકી રહેશે પણ ગુણ નહી ટકે માટે જ મહાવીરે ગૌતમને કહ્યું હતું કે “એક મિનીટનો પ્રમાદ ન કરીશ. સુખ માટે પુરુષાર્થ કરવાની જરૂર નથી. ગુણો કમાવા માટે પુરુષાર્થ સતત કરો.
પુરુષાર્થમાં કદાચ ક્યાંય કચાશ નથી છતાં સફળતા મળતી નથી. કારણ કે સુખમાં સફળતાનો માત્ર ૧% અને બાકી પુરુષાર્થથી થશે. ચૌદપૂર્વીઓ દુર્ગતિમાં ગયા. સારામાં સારા ત્યાગી નરકમાં ગયા.
તમો વર્તમાનમાં બે પરિબળોથી દુઃખી છો. કંટાળા અને થાકથી. નબળા પુણ્યથી થાકીને કંટાળી જાય છે.
વર્તમાનમાં તમે એમ માનો કે સર્વ મને ગત જન્મના પુણ્ય કર્મના કારણે છે તો થાક અને કંટાળો ગાયબ થઈ જાય છે. ઝાડ પર ફળ ઓછા આવે ત્યારે માળી મેહનત
ક્યાં કરે? ઝાડના મૂળ તેમ બહારની દુનિયામાં સફળતા ન મળે ત્યારે પુણ્યનું/ધર્મનું મૂળ મજબુત બનાવો. ધર્મની શ્રદ્ધા બાજુ પર રાખો પણ પુણ્ય પરની શ્રદ્ધા કેટલી? કેવળજ્ઞાની અને તીર્થકરની દેશનામાં શું ફરક? કેવળજ્ઞાનીને સમજણ હોય પણ આદેય નામકર્મ એટલું નથી હોતું, તીર્થકરની દેશનામાં જનમેદની ખૂબ સાથે આદેય નામકર્મ પણ જોરદાર. પ્રવચનમાં લોકો આવે એ આદેય નામકર્મના કારણે. સમાન વાક્યો બધા બોલે પણ તમે સમાન અર્થમાં લેતા નથી. રાજા કહે તેનું બધા જ માને, મંત્રીનું થોડું ઓછું માને. આપણને મોક્ષમાં જવા પુણ્ય જરૂરી નથી પણ બીજાને મોક્ષમાં મોકલવા
ઇઈઈઈ
R
XXX
L