________________
વેપારી ગુસ્સાથી સંબંધ ન તોડે તે જોજો. ગમે તેટલા પ્રસંગ આવે પણ બીજા પર ગુસ્સો ન ઉતારતા ઘરે આવી મારા પર ઉતારશો. કારણ કે મારો તમારો પ્રેમનો સંબંધ છે. હું તમને સમજી શકીશ.” આવું સામે ચડીને કહે. શરીરના ક્ષેત્ર કદાચ પુરુષ બળવાન હશે પણ સહનશીલતાના ક્ષેત્રે તો બહાદુર સ્ત્રી જ છે. દીકરો મોટી ઉંમરે આંસુ પડાવે તોય મા કહેશે ‘મારો દીકરો છે” પણ પિતા એમ નહીં બોલે. તમો એક લોહીના સંબંધે એક ઘરમાં જ્યારે અમો માત્ર લાગણીના સંબંધે એક ગચ્છ/સમુદાયમાં સમાધિની મસ્તીની તમને ખબર નથી. અનુકૂળતાની મસ્તીની ખબર છે. કોમ્પ્રોમાઈઝ તમે માનતા જ નથી. સમાધાનની કળા જેની પાસે હાથવગી છે તેને સમાધિ દુષ્કર નથી. એક શિબિરમાં યુવાનોને માતા-પિતાને પગે લાગવાનો નિયમ અપાયો. ત્યાં એક કાકા રડતા ઉભા થઇ ગયા. એ કહે સાહેબ ! આ નિયમમાંથી મને બાદ આપો. મારા દીકરાના નમસ્કાર લેવાની મારામાં પાત્રતા નથી. આ ભવે જે પરિવાર તમને મળ્યો છે એ જ પરિવાર આવતા ભવે મળે તે ગમે? તમને ઘરમાંથી છૂટા થવાની ઇચ્છા થાય? આજે એટલું કહો ભગવાન મને તમારી સાથે પ્રેમ છે. જનમોજનમ ટકાવી રાખજે. હું તારો છું.” “તું મારો છે.” આ પ્રેમની સગાઈ દીર્ઘકાલિન.કરજે.
પોતાના ગુણોની પ્રશંશા કરવાથી.... ૧. ગુણોની વૃદ્ધિ સ્થગિત થાય. ૨. પોતાના દોષો પ્રત્યે ઉપેક્ષા થાય. ૩. બીજાના ગુણો જોવાનું બંધ થાય. ૪. બીજાના ગુણો સાંભળી દ્વેષ થાય. ૫. ગાઢ કર્મબંધ થાય.