________________
નથી. દીકરો ૧૮ વર્ષનો થયો કહ્યું હવે મારે ખાવું પડશે તો ઘરમાંથી કહે દરવાજો બંધ કરો. દીકરાએ પણ ઘર છોડવાની તૈયારી કરી. પિતાએ કડક પનીશમેન્ટ કરી જ્યારે દીકરાને મિત્રો સારા લાગે છે. બાકી બાપ દુશ્મન લાગે છે. દીકરાની મા રડે છે. પત્નીને કહે છે તમે કેમ રોકતા નથી. પત્ની કહે છે તમારે જવું હોય તો જાઓ પણ આ ઘરમાં રાત્રિ ભોજન નહીં થાય. ૩/૪ દિવસે દીકરો પાછો આવી ઘરમાં
ગોઠવાઈ ગયો. તમો તમારા ઘરમાં નિયમોમાં કેવા મજબુત. • રાજાવાડી ગિરીશભાઈના જિનાલયના દરવાજે લખેલ હતું આ ઘરમાં રાત્રિ ભોજન
થયુ નથી. આવી સત્વશીલતા લાવો. એપરિન્ટેશન રોગમાં સુગર કોટેડ દવા આપનાર ગુન્હેગાર છે. જ્યાં સુધી પુણ્યનો ઉદય ત્યાં સુધી પુણ્યબંધની શક્યતા ઘણી છે બાકી પાપના ઉદયકાળમાં સમાધિ ટકાવી કર્મ નિર્જરા કરો. પાપનો ઉદયકાળ સમાધિએ બંધાયેલો છે. પુણ્યનો ઉદયકાળ પુણ્યબંધમાં રહેલ છે. કોઈ મહાપુરુષની અંતકાળની સમાધિને જોઇ તમને લાગશે આવી સમાધિ આપણે શી રીતે ટકાવીશું. કર્મસત્તા ઉદયમાં આવે એને ખબર નથી કે તમો રડશો કે હસશો. ટપાલ આવે છે તે વાંચીને રડવું કે હસવું તમારા હાથમાં વાત છે. ગમે તેટલી સ્વીચો દાબો છો પણ સાચો પુરુષાર્થ થતો નથી કારણ પુણ્યનો પ્રવાહ જોઇએ. સ્વીચ દેખાય, પ્રકાશ દેખાય, પણ કન્સીલ વાયરીંગ જેવું કર્મ ન દેખાય. બધે જશ ખાટવો છે. ધર્મબિન્દુ ગ્રંથમાં લખ્યું છે : શરીર રાફડા જેવું છે. કયા ભાગમાંથી કયો રોગ ભયંકર બહાર નીકળશે તે નક્કી નથી માટે ગમે ત્યારે આવશે. ધર્મનો સંબંધ શક્તિ સાથે જોડ્યો સગવડ સાથે નહિ. શક્તિ હોય તો તમો પણ કરી લેશો. દાન માટે બે કરોડની શક્તિ હોય પણ જીભનો પેરેલિસીસ હોય તો બોલીને ન કરી શકો. બોલો તો બાજુવાળા ન સમજી શકે. કરોડોનું સુકૃત કરવા માંગો છો પણ થતું નથી. શક્તિ જાય તો પ્રેક્ટીકલની પણ તાકાત જાય છે. બીજી મૂડી સાચવી રાખશો અને શરીરની મૂડી ન સચવાઈ તો? શરીર જેવો ઇમાનદાર કોઈ નહીં અને મન જેવો બેવફા કોઈ નહીં. શરીરને ઓછું લાગતું નથી અને મન ધરાતું નથી. મન જે ધર્મની ના પાડે ત્યાં ડબલ ફોર્સથી કૂદી પડો. તમારું મન જુદું, અંતઃકરણ જુદુ છે. બુદ્ધિ પણ જુદી છે. શરીર હજી ઇમાનદાર છે પણ મને તો બેવફા જ છે. કોઇપણ વસ્તુ મારક બનાવવી કે તારક બનાવવી એ તમારા હાથમાં છે. ભગવાન પણ મારક નથી બનતા અને ખૂની તારક નથી બૅનતા બધુ આપણે ક્યા એંગલથી લઈએ તેના માટે છે. ડોક્ટરે લગાડેલું ઇજેશન બરોબર વાગ્યું તેને પુણ્યનું કારણ માનો? બહારના જગત પર એક છત્રી કર્મસત્તાની છે. અંદરના જગત પર એક છત્રી ધર્મસત્તાની છે. બહાર ગમે તેવા પરિબળો હોય ભવિષ્ય ન બગાડવું એ આપણા હાથમાં છે.