________________
રાખશો નહીં. તમો પણ મારી નજીક આવો તમારી ઇન્ટરલાઇફ દેખાય તો મને થઈ જાય આવી વ્યક્તિ તમારી જેમ મારે તમારું પિષ્ટપેષણ કર્યા કરું. તમારો ફોકસ બદલો. સંવેગરંગ શાળા કહે છે : છદ્મસ્થ ગુરુના દોષ જોનારો શિષ્ય અનંત સંસારી છે. ઉપકારો જોવાને બદલે તમારી નજર દોષ તરફ કેમ ગઈ? ચકોર પક્ષી હંમેશા ચંદ્રને જુએ નીચે ન જુએ. ઉપર છીએ ને મરેલી-સડેલી ગંધાતી સમડીને જોઈએ તો પ્રતિનિધિ ચેન? ધંધામાં દાખલ થનારને પૈસા સિવાય કોઈ એટેચમેન્ટ રાખતો નથી. તમો ગુરુ સાથે માત્ર ગુણોનું એટેચમેન્ટ રાખો. ઉપકારીમાં દોષ દેખાય ત્યારે એનાથી બચવાના ઉપાય દેખાડું. તમારામાં જે છે એ એમનામાં હોય તો ન જોવું. પણ તમારામાં જે નથી એ એમનામાં જોશો. અનંતકાળે કેવળજ્ઞાની ગુરુ કેટલા મળશે? છદ્મસ્થ ગુરુ જ મળશે. સ્વીકારોસત્કારો-સન્માનો. જમાલિને પોતાના સસરા ત્રણ લોકના નાથમાંય દોષો દેખાયા! દોષ દૃષ્ટિના કારણે કે દોષ અંદર હતા તેથી દોષ દેખાયા. નિંદક નીયરે રાખીએ, ઘર આંગણે સોહાય” તમારી તરફ ચારે બાજુ નિંદક રાખો ફાવી જશો. તમારા જીવનમાં રહેલા દોષોની તમને ખબર નહીં હોય એટલી ખબર તમારા નિંદકને હશે. તમારા જીવનની બે વ્યાખ્યા છે ઝખ્યા કરો ને ઝૂર્યા કરો.
તમે જેને ગુસ્સો કરવા માંગો છો તે ગુસ્સે ન થાય તો તમને ડબલ ગુસ્સો આવે. • પ્રેમ પાતળો પડે ને ભૂલો ઘટ્ટ થાય. બીજાના દોષ જોવા પોતાના દોષોની તૈયારી રાખવી પડે છે. છોકરાનું લગ્ન થયું. વહુ ઘરે આવી. એક વરસ પછી કોઇએ સાસુને પૂછ્યું “વહુ કેવી?' ધરમનું પૂછડું છે. સાત વાગે ઉઠે, દેરાસર જાય, રસોડામાં રસોયો છે. દૂધ તો કેસરવાળુ પીએ, પૂજા કરી બપોરે ૧૨ વાગ્યે આવે. વ્યાખ્યાન સાંભળી આવે જમીને સૂઈ જાય. ઉઠીને સામાયિક કરે. ચોવિહાર કરે અવાજનો રણકો કહેવાનો પણ રણકામાં કટાક્ષ ભળેલો. બે વર્ષ પછી દીકરી સાસરે વળાવી એક વર્ષ બાદ પૂછ્યું દીકરીને કેમ છે? અરે એવી સુખી છે, સાત વાગ્યા સુધી સૂઈ રહે છે. કેસરીયા તો દૂધ પીએ. જમવામાં રોજ મિઠાઈ. કહેવાના ઢંગમાં લાગણીનો સંબંધ આવી જાય. જેના માટે આગ્રહ છે તેના દોષ દેખાયા નથી.
કરતા
HITS CocoC પપપપપપ