________________
જેના માટે પૂર્વગ્રહ છે તેના ગુણ દેખાયા નથી. લગ્ન પહેલાં પાડોશીની કોઈ છોકરી ઘરમાં આવતી જતી જાય ત્યારે ગુણવાનશીલવાન લાગે અને એજ છોકરી પરણીને ઘરમાં આવે ત્યારે એની વ્યાખ્યા બદલાઈ જાય. અરિહંતનું શાસન પ્રેમનું શાસન છે. પ્રેમ દેખાડો કે દોષ દેખાય નહિ. કોઈ પણ નદી પાસે જાઓ ત્યારે કાદવ ન જુએ પણ પાણી જુએ. ગુલાબ ચૂંટનાર માણસ કાંટા ન જુએ પણ જુએ ગુલાબ. એક વખત શિષ્ય પાસે ગુરુ ઉભો રહ્યો. વાળ વિખરાયેલા અને શરીર પર થાક હતો કહે, “મને શિષ્ય બનાવો, ૬ વર્ષથી ગુરુ માટે રખડું છું. મારે પૂર્ણ ગુરુ જોઇતા હતા. આપ પાસે આવ્યો. પૂર્ણતા દેખાઈ, ગુરુ કહે છે ભાઈ! હું પણ પૂર્ણ શિષ્યની શોધમાં છું. તમો કોઈને પત્ર લખો દેવ-ગુરુ-ધર્મ ભક્તિકારક સુશ્રાવક લખું તો તો મને જવાબ શું લખવાનો છે. તમોએ જે ગુણો મારામાં નથી તે ગુણો લખ્યા છે. એ જ પ્રમાણે કોઈ ૪૨૦ લખે તો સ્વીકારી જ લો ને? ખોટી પણ પ્રશંસા આપણને ગમે છે. સાચી પણ ટીકાથી આપણે ત્રાસી જઈએ છીએ. આપણી થયેલી નિંદાઓ ભવ બગાડ્યા છે. તેના કરતાં આપણી છેલ્લી પ્રશંસાએ વધુ ભવ બગાડ્યા છે. લોકોત્તર દૃષ્ટિએ ચંડકૌશિક દોષી હતો પણ ભગવાનની દૃષ્ટિ ચંદ્રદષ્ટિ કરુણાવંત હતો. ન મારા પ્રેમમાં તમો સમાવવા માંગતા હોય તો મારા પ્રેમમાં સમાવાય કે નહિ? પ્રેક્ટીકલ વિકલ્પ બતાડો. અલ્પ પરિભાષા એ છે કે વ્યક્તિના પ્રેમનું વર્તુળ નાનું છે. વર્તુળ મોટુ હોય તો ધર્મ પ્રવેશી શકે. બધાને સમાવી શકે. સાધના માટે આગળ વધતા જીવ પોતાના તો દોષો ઠીક અન્યના દોષો પણ ન જુઓ. દોષ એટલે બગાડો નહિ અપૂર્ણતા. ઘરમાં રસોઈમાં મીઠું વધારે નખાયું તો તે રસોઈ બગડશે પણ મીઠું જ નાખ્યું હોય તે અર્પણતા. તોતડી જીભ પર આપણને આદરભાવ-સદ્ભાવ ટકી રહેશે તો તોછડી જીભવાળા માટે આપણને કરુણા કેમ નથી આવતી. જેલમાં દાખલ થનારની પસંદગી હોતી નથી. સંસારમાં ઉઠેલા આપણને આપણી પસંદગી ડીકલેર કરવાનો રાઈટ નથી આપણે બધા જ એક જ કુટુંબની કર્મની જેલમાં છે. પાગલ માણસ પ્રેમના અભાવે થઈ પાગલખાને જાય છે. ગુનેગાર ગુનો કરી કેદખાનામાં પ્રેમથી જાય છે. દહીં ખાનારા બિમાર પડે અને દવાખાને પ્રેમના અભાવે જ જાય છે. આ ત્રણેય જગ્યાએ વધતી સંખ્યા એ પોતાની ઓછા પ્રેમની