________________
•
દોષથી દૂર રહીએ ગુણોને આત્મસાત કરીએ
દોષ દૃષ્ટિના નાશમાં સફળ બન્યા વિના દોષ નાશમાં સફળ બની શકાય તેવી કોઇ શક્યતા નથી.
•
ગુણ દૃષ્ટિના વિકાસમાં સફળ બન્યા વિના ગુણવિકાસમાં સફળતા મળે એવી કોઇ સંભાવના નથી.
દોષ દર્શન પછીય સદ્ભાવ ટકાવી રાખવા જેવું સત્વ ન હોય તો વ્યક્તિની નજીક જશો નહીં.
ભેગા થતા બે વાંદરાઓ એકબીજાને ખણ્યા કરે છે તો ભેગા થતા બે માણસો એકબીજાને ખોલ્યા કરે છે.
♦ બુદ્ધિ જો બગડેલી હશે તો કેવળજ્ઞાનીનાય દોષો શોધવાનું કામ થયા કરશે. અન્યના ગુણોની પ્રશંસા આપણા માટે પુણ્યનું કામ કરે છે, જ્યારે અન્યના ગુણની નિંદા આપણા માટે દિવાલનું કામ કરે છે.
શ્રીમંત બનવા ઇચ્છનારો માણસ આંખ સામે એ દરિદ્રનું આલંબન રાખતો નથી તો ગુણવાન બનવા ઇચ્છનારો આંખ સામે દોષિતને ન રાખે.
કેવી દુઃખદ સ્થિતિ છે આપણી? ખોટી પણ પ્રશંસા આપણને ગમે છે. સાચી પણ ટીકાથી આપણે ત્રાસી જઇએ છીએ.
જેની જીભ તોતડી છે એના પર આપણને આદરભાવ ટકી રહે છે તો જેની જીભ તોછડી છે એના પર સદ્ભાવ કેમ ટકતું નથી.
જો તું ગુણો વડે પૂર્ણ નથી તો પોતાની પ્રશંસાથી સર્યું,
જો તું ગુણો વડે પૂર્ણ છે તો પણ પ્રશંસાથી સર્યું.
જ્ઞાનસારના સાગરથી આપણને બોધ આપનારા ઉપાધ્યાયજી ‘અનાત્મપ્રશંસા’ અષ્ટક દ્વારા આપણને સમજાવી રહ્યા છે. અનાત્મપ્રશંસા એટલે આપણી પોતાની આત્મપ્રશંસા ન કરવી. જો સાચા ગુણથી સભર નથી તો પ્રશંસા અયોગ્ય છે. ગુણથી પૂર્ણ છે તેને પ્રશંસાની જરૂર નથી.
ગુણ પ્રાપ્તિ માટે ત્રણ ચીજ જોઇએ.
૧. દોષ ન જોઇએ
૨. દોષ નાશ કરતા પહેલાં દોષ દૃષ્ટિ ન જોઇએ.
૩. ગુણવિકાસ કરવાને બદલે ગુણૠષ્ટિનો વિકાસ કરતા રહો.
૧૪૨