________________
१८
अनात्मप्रशंसाष्टकम्
गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ।।१।।
(૧) વિ-જો શુÎ:-કેવળજ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ:-પરિપૂર્ણ ન અસિ-નથી, (તો) આત્મપ્રશંસયા-પોતાની પ્રશંસાથી તમ્-સર્યું. વે-જો શુળે:-ગુણોથી પૂર્ણ:-પૂર્ણ વજ અતિ-છે (તો) આત્મપ્રશંસયા-પોતાની પ્રશંસાથી તમ્-સર્યું.
(૧) મહાનુભાવ! જો તું કેવળ આદિ ગુણોથી પૂર્ણ નથી તો જાત પ્રશંસા નકામી છે. જો તું ગુણોથી પૂર્ણ છે તો પણ જાત પ્રશંસાની જરૂર નથી.
જે ગુણોથી અપૂર્ણ છે તેને આત્મપ્રશંસા કરવી યોગ્ય નથી. કારણ કે તેનાથી ફોગટ ફુલાવાનું થાય છે. જે ગુણોથી પૂર્ણ છે તેને આત્મ પ્રશંસા કરવાની જરૂર જ રહેતી નથી. કારણ કે એના ગુણો ગુલાબપુષ્પની સુવાસની જેમ સ્વતઃ ચોતરફ ફેલાય છે. આવાર: તમાડ્યાતિ આચરણ જ કુળને કહે છે એ ન્યાયે સ્વયમેવ ગુણો પ્રગટ થાય છે.
श्रेयोद्द्रुमस्य मूलानि, स्वोत्कर्षाम्भः प्रवाहतः । पुण्यानि प्रकटीकुर्वन्, फलं किं समवाप्स्यसि ॥२॥
(૨) શ્રેય:-દ્રુમસ્ય-કલ્યાણરૂપ વૃક્ષના પુછ્યાનિ-પુણ્યરૂપ મૂતાનિ-મૂળીયાંઓને સ્વ-૩ર્ષ-અમ-પ્રવાહતઃ-પોતાના ઉત્કર્ષવાદ રૂપ પાણીના પ્રવાહથી પ્રજ્તીર્વન્ પ્રગટ કરતો તં-ફળ ઝિં-શું સમવાĪસિ?-પામીશ?
(૨) સ્વોત્કર્ષ રૂપ પાણીના પ્રવાહથી કલ્યાણ રૂપ વૃક્ષનાં મૂળિયાં જેવાં સુકૃતોને પ્રગટ કરતો તું ફળ નહિ પામે. જે વૃક્ષનાં મૂળિયાં પ્રગટ થઇ જાય તે વૃક્ષમાં ફળ ન આવે.૧
आलम्बिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः 1 अहो स्वयं गृहीतास्तु, पातयन्ति भवोदधौ ॥३॥
(૨) અહો!-આશ્ચર્ય છે કે રે:-બીજાઓએ જ્ઞાન્વિતા:-ગ્રહણ કરેલા સ્વશુળરશ્મય:-પોતાના ગુણ રૂપ દોરડાં હિતાય-હિત માટે સ્યુ:-થાય છે, સ્વયં-પોતે ગૃહીતાગ્રહણ કર્યાં હોય તુ–તો મવ-દ્દો-સંસાર સમુદ્રમાં વાતયન્તિ-પાડે છે.
(૩) બીજાઓએ (સ્તુતિ આદિથી) ગ્રહણ કરેલાં સ્વગુણ રૂપ દોરડાં હિત માટે થાય=ભવ રૂપ કૂવામાંથી બહાર કાઢે, પણ જો સ્વયં ગ્રહણ કર્યાં હોય તો ભવ રૂપ સમુદ્રમાં પાડે છે.
उच्चत्वद्दष्टिदोषोत्थ-स्वोत्कर्षज्वरशान्तिकम् । पूर्वपुरुषसिंहेभ्यो, भृशं नीचत्वभावनम् ||४॥
૪ ૧૩૯