________________
એક ભંગાર ખરીદવાવાળો માણસ બિલ્ડીંગમાં નીચેથી બૂમો પાડે છે. એક બેન ગેલેરીમાં બહાર આવ્યા. ભંગારવાળાને કહે છે એમ કર “એ” બહાર ગયા છે. ૧૦ વાગ્યે આવજો. આપણાથી ભંગાર ક્યાં જલ્દી છૂટે છે? નીતિશાસ્ત્રનું વાક્ય છે “જીવનમાં બિનજરૂરી ચીજોને લાવવા પૈસા ખર્ચે છે એના જીવનમાં એક દિવસ એવો આવશે કે એને ત્યાં એ બીનજરૂરીની ખરીદી માટે પૈસા રહેશે નહીં.” લિમીટ રાખો ૧૦૦% ફાવશો. સંસારના સુખોમાં જ્યાં પવનના દર્શન ત્યાં યાદ રાખજો કે પવનના સુખમાં નથી હોતી સ્થિરતા કે નથી હોતી શાંતિ. અશાંતિ જ છે. જગત દર્શન કરાવવાનો ઉપકાર અરિહંતનો છે. બગીચાનું સર્જન માળી કરે છે. અરિહંતના બગીચાનો રસ્તો બતાવે છે સદ્ગ. ધર્મ જેણે આપ્યો હોય એનો ઉપકાર જીવનભર ભૂલતા નહીં. નિર્ભય બનવું છે. આપણાથી સહુને ભય રહિત બનાવવાના પ્રયત્નો કરી સફળ બનો એ જ ભાવના.
વાચના પ્રસાદી ત્રણ ચીજોમાં ધ્યાન રાખજો. આત્માને નિર્મળ બનાવજો. મનની પ્રસન્નતા ટકાવી રાખજો. શરીરની સ્વસ્થતા પ્રત્યે બેદરકારી ન દાખવશો. જીવનમાં આવશ્યકનો અનાદર કરશો નહિ અને મનની
બધી ઈચ્છાઓને તાબે થશો નહિ. ક સ્વાદ, સુખ અને સૌંદર્ય એ વસ્તુથી પ્રાપ્ત નથી થતા,
કર્માનુસાર ફળ છે. * સંસાર દુઃખોનું ઘર તો શરીર રોગોનું ઘર છે એ ન
ભૂલતા.