________________
લીધું. આ દશા પણ મોક્ષ તરફ પહોંચાડશે ખ્યાલ રાખો. નાનો બાબો ચાલતા પડી ગયો, ખુરશી વાગી, બાબો રડ્યો પપ્પા કહે ખુરશીને મારું? શા માટે બાબાને ખુશ કરવાને? જ્ઞાનીઓ કહે છે નિમિત્તોના કારણે વાગે છે. ભૂલોની કબુલાત કરતા જાઓ. સમજણને મજબુત બનાવો. વિજ્ઞાને શોધેલું સત્ય યુનિવર્સલ બની શકે પણ ધર્મે શોધેલું સત્ય ઈન્ડીવિજ્યુઅલ જ હોય. મહાવીરે મેળવેલું કેવળજ્ઞાન ગૌતમને કામ ન લાગે. એડીસને બલ્બની શોધ કરી. બધાને કામ આવે. બધાએ શોધ કરવાની જરૂર નથી. સાધના માર્ગે તો જાતે જ જાત તૈયાર કરવી પડે છે. સુખના સથવારા ઓછા કરો. વિસામો હોટેલના માલિક સુરેન્દ્રભાઈ. વર્તમાનપત્ર છાપું વાંચતા નથી, ઘરમાં ટેલીફોન રાખ્યો નથી. કહે બને એટલા અધિકરણોથી દૂર રહું છું. સુખ મેળવવા અનેકને ભેગા કરે તે સંસાર ધર્મ સુખ મેળવવા અનેકને છોડવા પડે તે વૈરાગ્ય ધર્મ. અનેકની પાછળ દોડ્યા રહ્યા. જન્મને સાર્થક કરવાનું રહી ગયું. અનેકને છોડતા રહેવાની હિંમત કેળવો. શાલિભદ્ર પોતાના સંસારી ઘરે વહોરવા ગયા. તેમને કોઈ ઓળખી શકતું નથી કે આ આપણા મહારાજ છે. તપ કરીને કાયાનો કસ કાઢ્યો છે. કાયા કાળી કરી સૂક્વી નાખી છે. પાછા ફર્યા. રસ્તામાં દહીંવાળી બાઈ મળી. બાઇએ વહોરાવવાની વિનંતી કરી. શાલિભદ્રે દહીં વહોરાવ્યું. ભરવાડણે વહોરાવવાનો લાભ લીધો. ભગવાને કહેલું આજે તમારી માતા વહોરાવશે પણ આ તો ભરવાડણ. ગત જન્મની માતા હતી. ગુરુની રજા લઈ વૈભારગિરિ પર પાદપોગમન અણસણની રજા લીધી. પાદપોગમ એટલે વૃક્ષની જેમ ઊભા રહેવું તે અણસણ. આ બાજુ ભદ્રામાતા ઘરમાં પૂછે છે કે આપણા મહારાજ આવ્યા. સહુએ ના પાડી. ભદ્રામાતા પ્રભુ પાસે દોડ્યા. પ્રભુને પૂછે છે મહારાજ ક્યાં? પ્રભુએ કહ્યું શાલિભદ્ર મુનિ તમારા ઘરે આવ્યા. કોઈએ ઓળખ્યા નહીં. હવે એ વૈભારગિરિ પર પાદપોગમ અણસણ કરવા ગયા છે. ભદ્રા શાલિભદ્ર મુનિને કહે છે બે શબ્દ તો બોલો - માત્ર ધર્મલાભ તો કહો. તમારી મા વિનંતી કરે છે. પણ શાલિભદ્ર નજર મેળવવા ય તૈયાર નથી. શ્રેણિક રાજા ત્યાં પધાર્યા અને કલ્પાન્ત કરતી માંને સમજાવે છે. જગતમાં એક પુત્ર તો લાવ જેણે આવા પુત્રને જન્મ આપ્યો હોય. ભદ્રા કહે છે ધન્ય તો ગત જન્મની માં ભરવાડણ છે જેણે છેલ્લું ભોજન કરાવ્યું. મારા જેવી પ્રેમાળ ગણાતી મા સામે જોવાય તૈયાર ન હોય તો ભગવાનને કહો અમને બધાને સંયમ આપી દે. અનેકને છોડવાની વાત વેરાગ્યમાં આવશે.