________________
અનુભવાતું સુખ હકીકતમાં તમારામાંથી જ ઉત્પન્ન થાય છે.
દા.ત. પેડો ખાધો, મીઠાસ મુખમાંથી પ્રગટી. એ પૈડો છ ડીગ્રી તાવમાં નહી ભાવે, મીઠાસ મુખની લાળમાં ટપકે છે. તમને પદાર્થમાં સુખ લાગે છે. પણ એ તો તમોએ આરોપેલું સુખ છે.
પ્રથમ એક વાત હૃદયસ્થ કરો. સમ્યક્દર્શનનું સુખ પણ મારામાં જ છે. ભૂખ્યા માણસને ઠંડો રોટલોય મીઠો લાગે છે ને? હોજરી બેકાર હોય તો ભોજનમાંથી લોહી બનતું નથી. બાલદી મૂક્યા પછી પાણી આવે છે કે નળમાં પાણી છે માટે આવે છે એમ તમારી અંદર સુખ ન હોત તો ગમે તે કરત પણ સુખનો અનુભવ ન થાત.
પદાર્થમાં સુખ માનવું એ મહામિથ્યાત્વ છે.
પ્રભુના દર્શને તમને આનંદ થાય છે તે દર્શનનું કારણ. પ્રવચને મજા આવી એ મજા ક્યાંથી આવી? દુઃખમાંય તમારી જ જવાબદારી છે. દુઃખ પણ ઉત્પન્ન કરવાવાળા તમે જ છો. આનંદ આસક્તિથી પેદા થાય. એ આસક્તિ ન પોષાય તો દુઃખ. પરમાત્માની પ્રતિમા બિંબ છે, બાકી પ્રભુ પ્રતિમાઓ તો આપણા હૃદયમાં છે. ક્રોધ કરો છો ત્યારે નિમિત્ત પકડો છો. બાકી ક્રોધ તો અંદર છે. ૮૦ ફૂટ ઊંડા કૂવામાં બાલદી નાખો છો પાણી મળે છે. કૂવામાં પાણી છે માટે. કોઈએ ગાળ દીધી. ગુસ્સો આવ્યો. ગાળનું નિમિત્ત હતું પણ અંદર એ કષાય તો હતો. કેવળજ્ઞાનીઓને કોઈ ગાળો આપે. એમની પાસે કષાયોનું પાણી નથી. એટલે પ્રતિક્રિયા થતી જ નથી. • ગુરુ અને શિષ્ય રસ્તે પસાર થતા હતા. ચાર જણા આમને જોઈને બોલ્યાઃ આ
લોકોને મજા છે, કાંઈ કરવાનું નહીં ને બેઠા બેઠા ખાય છે. આ વાત શિષ્ય સાંભળી લીધી. ગુરુને કહેઃ આ લોકોને બતાવી દઉં. ગુરુ કહે સાધના માટે સમય ઓછો છે. આવું પકડીને રહીશું તો ક્યારે આત્મકલ્યાણ થાશે. ત્યાં સુધી યજમાન આવી જઈ ઘરે લઈ જઈ જમાડવા બેસાડ્યા. વાપરી ઉભા થયા. યજમાને કહ્યું આપના પગલા થયા બહુ સારું લાગ્યું. ત્યાં શિષ્ય બોલ્યો રસ્તામાં પેલા ચાર માણસોએ નિંદા કરી તેનું શું? સરોવરે કાંકરી પડે તેને તળિયે જતાં વાર લાગતી નથી પણ એના તરંગો લાંબા સમય સુધી ચાલે છે. એ જ રીતે સંસારમાં નિમિત્તોને દૂર થતાં વાર લાગતી નથી પણ એનાથી ઉભી થતી અસર લાંબા સમય સુધી રહે છે. આપણું ચિત્ત કષાયાવિષ્ટ છે. માટે પ્રતિક્રિયાઓ અટકતી નથી. તાત્કાલિક પેદા થાય છે ક્રોધ. સ્ટડી થયા પછી પેદા થાય છે તે વેર. ક્રોધને સ્મૃતિમાં નાંખો તો વેર ઉત્પન્ન થાય છે. યજમાનના ઘરે મીઠાઈ અને ફરસાણ હતા. આપણે ન લીધાં. પડ્યા રહ્યા. શું થાય? કોઈએ ગાળો દીધી આપણે ન લીધી શું થાય? ભગવાનની ભક્તિ વધારો. મોક્ષ નજીક પહોંચાડશે. કોઈ હલકાએ કાદવ તમારા પર ઉછાળ્યો તમે સહી