________________
પકડ્યા તેની વિશેષતા છે. પદાર્થોના ત્યાગી જગતમાં ઘણા છે પણ ભગવાન સાથે જોડાઈ જનારા યોગી ઓછા છે. ભગવાનનું શાસન ત્યાગીઓ દ્વારા યોગીઓની ભૂમિકા સુધી પહોંચાડે છે. યોગી યોગની સ્પર્શના કરે કે ન કરે પણ તે ત્યાગી તો હોય. જમવા બેસો ત્યારે લુખ્ખા રોટલા પીરસનાર આવે પાછળ તરત ગુલાબજાંબુવાળો આવે તો રોટલા આપોઆપ ઘટી જાય ને! ઉકરડો છોડો, બગીચાનું આકર્ષણ લાવો. “વિષ અમૃત થઇ પરિણમે” આ છે યોગની ભૂમિકા. કપડામાં ગજ મોટો કે તાકો? તાકો ગમે તેટલો લાંબો હોય તે રવાનો થાય પણ ગજ રહી જાય. લોભ – પુણ્યકર્મથી મળે પણ તાકા જેવું. ગજ - સંસારમાં અડીખમ ઉભો રહે. સંસારમાં સુખ નથી તે સ્વીકારો છો? પાંચ કરોડવાળો ય દુઃખી છે એ જાણીને પૈસા પાછળ દોડવાની ભાવના ઓછી કેમ નથી થતી. આયંબિલ કર્યું આજે વિગઈ છોડી છે તેમ વિચારશો તો નહિ ફાવો પણ મારા પ્રભુની આજ્ઞા છે કે રસ ત્યાગ કરી હું અણાહારી પદ પામી ભગવાન સાથે જોડાઈ જઈશ. ઘણા લુખુ ખાય છે પણ આવી ભાવનામાં જોડાય તો કામ થાય. આજે ત્યાગની ધાક પડી છે. એટલે બહુ થતું નથી. તરત વિચારો છો આ વખતે ઘણું થઈ ગયું. યોગમાં થાક નથી ને ધાક પણ નથી. અમો જન્મોજનમ ભગવાન મળે એ રીતે જીવન વ્યવહાર ગોઠવ્યા. તમો તો સહેજ વરસાદે પાણી ભરાય, શરીરે સુસ્ત જરા વર્તાય તો દર્શન પણ બંધ. અમે ઝવેરાત જેટલું છોડ્યું તમારાથી ઝાડુ છૂટતું નથી.
ક્યાંક વાંચવામાં આવેલું “લોભી જેવો કોઈ ત્યાગી નથી ને દાનેશ્વરી જેવો લોભી નથી” દાનેશ્વરી દાન કરે છે તે આવતા જનમમાં મેળવવાનું બુકીંગ કરે છે. લોભી વાપરતો નથી એટલે મરણ થતાં બધું જ અહીયા છોડી જાય છે. ભગવાન સાથે જોડાઈ જવાની ખાતરી આ ત્રણથી થાય. ૧) ભગવાન અનંત જીવો સાથે છે, પણ પુણ્યના અભાવે મળ્યા નથી. ૨) ભગવાન આપણને મળ્યા છે, આપણને ગમ્યા નથી. ૩) ભગવાન મળ્યા છે તો આપણને ફળ્યા નથી. શ્રેણિક ભગવાનની દિશામાં સોનાના જવલાથી સાથીઓ કરતા. એક ભાઈ રોજ અષ્ટપ્રકારી પૂજા કરે. પ્રથમ બરાસ લગાડે તેના પર ચાંદીનો વરખ પછી સોનાનો વરખ પછી તેના પર ચાંદીનો બદલો તેના પર સોનાનો બાદલો.
જજHઝ
ઉઉઉઉઉઉ.
STD.
મેં
મેં
મેં