________________
સ્વાભાવિક વેપારી બુદ્ધિવાળો આવું ન કરે સીધો સોનાનો વરખ જ લગાડે તો ચાલે. ભગવાન ક્યાં માંગે છે. કાંઇ ન લગાડીએ તોય ચાલે. એનો જવાબ આપણને ગદ્ગદ્ કરી દે તેવો છે. સાહેબ! આપણે ઉપર ખમીસ પહેરીઓ અંદર બનિયાન-ગંજી પહેરીએ. પુણ્યના ઉદયથી મળ્યું છે. ને ભગવાનને જેટલું સોપીએ એટલું સાર્થક છે. બાકી બધુ તો વેડફાય છે. આ ત્યાગભાવ છે.
લગ્ન કરતી સ્ત્રી સાસરે આવે છે તે મા-બાપનો ત્યાગ કરીને આવે છે પતિ સાથે જોડાવાના ભાવથી. એક પતિ સાથેના એટેચમેન્ટના કારણે બાળપણ-યૌવન છોડે પતિ સાથેના પ્રેમના કારણે પીયર છોડવાનું દુઃખ હોતુ નથી. આનંદઘનજી મહારાજે કહ્યું છે. પરમાત્મા સાથે જોડાઇ જાઓ તો સંસાર છોડવાનું દુઃખ થતું નથી. કેવળ ત્યાગ કષ્ટદાયક અને અલ્પજીવી બને એ શક્ય છે પણ યોગમય બની ચૂકેલો ત્યાગ તો આનંદદાયક અને ચિરંજીવી બન્યા સિવાય રહેતો નથી. સંસારમાં જેમાં મજા માનો છો. તે દારૂ પીધેલ જેવી, મોહનીય કર્મની મદિરા પીધા જેવી છે. દારૂડીયાને ગમે ત્યાં મૂકો એ સદા ઘેનમાં જ હોય. જ્ઞાનાવરણીય કર્મ આંખે પાટા જેવું છે. દારૂ બે કામ કરે.
સ્વસ્વરૂપનો ખ્યાલ ગુમાવે.
‘તું કોણ?’ એમ પૂછો ત્યાંજ ભૂલે.
આપણી બધી જ ઓળખાણ ભૂલ ભરેલી છે. વીઝીટીંગ કાર્ડ જેવી. મારા ગુરુએ નામ પાડ્યું આસક્તિ થાય એ માટે નહિ પણ વ્યવસ્થા સાચવવા માટે. પ્રથમ ૨૫ વર્ષ માણસ રૂપમાં પાગલ હોય છે. પછી ૭૫ વર્ષ નામમાં પાગલ. ‘આપણું નામ રહેવું જોઇએ’ એ ધૂન.
ચક્રવર્તિઓના કોટિશિલા પર નામ લખવાની પ્રણાલી છે. ઋષભકૂટ પર ભરત ચક્રવર્તિ પોતાનું નામ લખવા ગયા. ત્યાં આખી શિલા ભરેલી હતી. આટલા બધા ચક્રવર્તિઓ છે ત્યાં હવે મારું નામ ક્યાં લખું? દેવતાએ જવાબ આપ્યો કોઇ એક નામ ભૂંસી નાખો. એના પર તમારું નામ લખો. ભરત રડવા બેઠા. આજે હું કોઇનું ભૂંસીશ તો કાલે બીજા કોઇ ચક્રવર્તિ મારું નામ ભૂંસી નાખશે. તેમને અરિસા ભુવનમાં કેવળજ્ઞાન થયું. આત્મનિરીક્ષણ સતત થયું માટે આપણા નામો વ્યવસ્થા માટે જરૂરી પણ આસક્તિ થાય માટે નથી. આત્માના અનંત ગુણોમાંથી કોઇ એક ગુણ યાદ આવે.
‘અજિત જિણંદ શું પ્રીતડી, મુજ ન ગમે હો બીજાનો સંગ, માલતી ફૂલે મોહિયો, કિમ બેસે હો બાવળ તરૂ ભ્રુગ કે’
પ્રભુની પ્રીતિ માલતીના ફૂલ જેવી છે. તેની સુગંધ જેવી પ્રીતિ, સંસાર તો આખો બાવળીયા જેવો છે. ભગવાને બે પગથિયા દર્શાવ્યા છે.
૧૩૨