________________
• સુખ માટે અન્ય તરફથી દૃષ્ટિ એજ તમારા તમામ દુઃખનું મૂળ છે.
પદાર્થમાં સુખ છે એ ભ્રાન્તિ પદાર્થ હાથમાંથી ચાલ્યો ન જાય એનો ત્રાસ એ છે ભય. અને પદાર્થ મેળવવા-સાચવવા માટે થતી દોડધામ છે ક્લાન્તિ. જે પણ આત્મા પોતાના સ્વભાવનો ઉઘાડ કરવા પ્રયત્નશીલ બને છે એ
આત્મા આ ભ્રાન્તિ-ભય અને કલાન્તિનો શિકાર બનતો નથી. • જે પદાર્થની સન્મુખ છે તે ભોગી છે. પદાર્થોથી વિમુખ છે ત્યાગી છે. પણ
પદાર્થોને વિમુખ બનાવી જે પરમાત્મા સાથે જોડાઈ ગયો છે એ યોગી છે. • ત્યાગ જો યોગમાં રૂપાંતર નહીં થાય તો એને ભોગમાં આવી જતા વાર નહીં
લાગે. અજગર હાથીને ગળી જવામાં સફળ બને તો લોભી પદાર્થોના સંગ્રહ દ્વારા સુખી થવામાં સફળ બને. કેવળ ત્યાગ કષ્ટદાયક અને અલ્પજીવી બને એ શક્ય છે. પણ યોગમય બની ચૂકેલો ત્યાગ તો આનંદદાયક અને ચિરંજીવી બન્યા વગર ન રહે.
જેને બીજાની અપેક્ષા નથી અને સ્વભાવની એકતાને પ્રાપ્ત થનાર છે તેને ભયની ભ્રાન્તિથી થયેલ ખેદની પરંપરા અલ્પપણાની હોય.
મહાન તાર્કિક શિરોમણી વર્તમાન જીવનશૈલીમાં સૌભાગ્યના નૂર પૂરનારા ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા નિર્ભયતાના અષ્ટક'નું માર્ગદર્શન આપી ભયના ભયસ્થાનો અને નિર્ભયતાના પરમ તત્વોનું બોધ કરાવી રહ્યા છે. બધા જ પાપ અને દુઃખનું મૂળ સુખ માટે બીજા પર નજર. આવું મળે એ અપેક્ષાના કારણે માણસ સતત ભયમાં જીવે છે, આજે ત્રણ વાતો સમજો.
૧) પદાર્થમાં સુખ છે એ ભ્રાન્તિ છે. જે પદાર્થ જ્યાં છે જ નહિ છતાં તેમાં તેનું દર્શન ભ્રાન્તિ છે માટે ભય છે. દા.ત. દોરડામાં સાપનું દર્શન.
૨) પદાર્થ હાથમાંથી ચાલ્યો ન જાય એનો ત્રાસ એ છે ભય. ભયના મૂળમાં તો ભ્રાન્તિ જ છે.
૩) કલાન્તિઃ થાક અથવા ખેદ. પદાર્થો મેળવવા-સાચવવા થતી દોડધામ.
નાનકડો જશવંત ૮ વર્ષે દીક્ષા લઇ યશોવિજયજી બને છે આજે તેઓ આપણું સચોટ નિદાન આપણને દર્શાવી રહ્યા છે. ભય દૂર કરવા જેટલા સાધન લાવો ને નવો ભય ઉભો જ થતો જશે. દા.ત. શંખેશ્વર જવા ઉપડ્યા. સેવાપૂજા માટે ચાંદીના