________________
तूलवल्लघवो मूढा, भ्रमन्त्यभ्रे भयानिलैः । नैकं रोमापि तैर्ज्ञान-गरिष्ठानां तु कम्पते ||७||
(૭) તૂતવત્–આકડાની રૂની જેમ તપવ:-હલકા મૂઢા:-અવિવેકી જનો મયઅનિન્નૈ:-ભયરૂપ વાયુથી અભ્રં-આકાશમાં ભ્રમન્તિ-ભમે છે. તુ-પણ જ્ઞાનગરિષ્ઠાનાંજ્ઞાનથી અત્યંત ભારે પુરુષોનું –એક રોમ-રૂવાડું અવિ-પણ મ્પતે-ફરકતું ન
નથી.
(૭) આકડાની રૂની જેમ હલકા૧ મૂઢ જીવો ભય રૂપ પવનથી આકાશમાં (લોકાકાશમાં) ભમે છે. જ્ઞાનથી ભારે બનેલા મુનિઓનું તેનાથી (ભય રૂપ પવનથી) એક રૂંવાડું પણ ફરકતું નથી.
चित्ते परिणतं यस्य, चारित्रमकुतोभयम् । અવળ્વજ્ઞાનરાજ્યસ્ય, તસ્ય સાધો: તો મયમ્ ।।૮।।
(૮) યસ્ય-જેના વિત્તે-ચિત્તમાં અદ્ભુતોમયમ્-જેમાં કોઇથી ભય નથી એવું ચારિત્રમ્–ચારિત્ર પરિણત-પરિણમેલું છે, તસ્ય-તે અવલ્ડ-જ્ઞાન-રામ્યસ્ય-અખંડ જ્ઞાનરૂપ રાજ્યવાળા સાધો:-સાધુને તા:-ક્યાંથી મયં?–ભય હોય?
(૮) જેમાં કોઇથી ભય નથી એવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણમ્યું છે અને અખંડિત જ્ઞાનરૂપ સામ્રાજ્ય જેને પ્રાપ્ત થયું છે તે સાધુને ભય ક્યાંથી હોય?
૧. હલકા કેમ છે તે જણાવવા મૂઢ વિશેષણ મૂક્યું છે. તત્ત્વજ્ઞાન રહિત હોવાથી
હલકા છે.
અધ્યાત્મ જગતમાં અટકાવનાર
બે પરિબળો છે.
૧. શરમ હીનતા ૨. સંવેદન હીનતા
૪૧૨૮ હ