________________
१७
निर्भयाष्टकम्
यस्य नास्ति परापेक्षा, स्वभावाऽद्वैतगामिनः । तस्य किं न भयभ्रान्ति-क्लान्तिसन्तानतानवम् ।।१॥
(૧) સ્વમાવ-અદ્વૈત-મિન:-સ્વભાવની એકતાને પામેલા યસ્ય- -જેને પર્ અપેક્ષાબીજાની અપેક્ષા નાસ્તિ-નથી તસ્ય- -તેને મય-શ્રાન્તિ-જ્ઞાતિ-મન્તાન-તાનવ– ભયની ભ્રાન્તિથી થયેલ ખેદની પરંપરાનું અલ્પપણું -િશું7?-ન હોય?
(૧) કેવળ આત્મસ્વભાવમાં રમનારા અને પરની (દેવલોકાદિ સુખની) અપેક્ષાથી રહિતને ભયની ભ્રાન્તિથી થતા ખેદની પરંપરા પાતળી બની જાય છે.
આવા મુનિઓ સાત પ્રકારના ભયથી રહિત હોવાથી ભયથી થતા દુઃખોથી રહિત હોય છે. જગતના મૂઢ જીવોને હાય! ધન જતું રહેશે તો? હાય આપણે લૂંટાઇ જઇશું તો? આવી આવી અનેક જાતની ભ્રાન્તિ=શંકા થાય છે, અર્થાત્ ભય આવવાની શંકા રહ્યા કરે છે. ભયની શંકાના કારણે ખેદ=ચિંતા અનુભવે છે. એક ભયની શંકા થઇ.
૧. ઇહલોક (=મનુષ્યને મનુષ્યથી ભય...), પરલોક (=મનુષ્યને દેવાદિથી ભય), આદાન (=કોઇ મારું ધન વગેરે લઇ લેશે એવો ભય), અકસ્માત્ (=ધરતી કંપ વગેરે), આજીવિકા (=જીવનન-નિર્વાહ), અપજશ અને મરણ એમ સાત પ્રકારે ભય
છે.
મન ચિંતાતુર બન્યું. આ ભયની શંકા દૂર થઇ ન થઇ ત્યાં તો બીજી ભયશંકા ઊભી થઇ અને મન ચિંતામાં પડ્યું. જેમ તેમ કરીને એ ચિંતા ગઇ ત્યાં તો વળી ત્રીજી ભયશંકા ઉત્પન્ન થઇ અને મનમાં ચિંતા ઊભી થઇ. આમ મૂઢજીવોને ભયશંકાથી થતા ખેદની ચિંતાની પરંપરા=પ્રવાહ ચાલ્યા કરે છે. આનું કારણ પરની અપેક્ષાથી પરભાવમાં રમણતા છે. મુનિઓ પરની અપેક્ષાથી રહિત બની આત્મસ્વભાવમાં રમનારા હોવાથી એમને ભયભ્રાન્તિથી થતો ખેદ=ચિંતા ન હોય.
भवसौख्येन किं भूरि- भयज्वलनभस्मना ? | सदा भयोज्झितज्ञान - सुखमेव विशिष्यते ॥ २ ॥
(ર) મૂર્તિ-મય-જ્વલન-મÆના- ઘણા ભયરૂપ અગ્નિની રાખ જેવા મવસૌજ્યેન-સંસારના સુખથી વિ?-શું? સદ્દા-હમેશાં મય-૩કૃિત-જ્ઞાન-મુહમ્-ભયરહિત જ્ઞાન સુખ Ç-જ વિશિષ્યતે-સર્વાધિક છે.
(૨) બહુ ભય રૂપ અગ્નિની રાખ સમાન સંસાર સુખોથી શું? અર્થાત્ સંસારસુખ ભયરૂપ અગ્નિથી બળી ગયેલું હોવાથી નકામું છે. સદા ભયથી રહિત જ્ઞાનસુખ જ સર્વસુખોથી ઉત્તમ છે.
૪૧૨૬