________________
અર્જુન દોડ્યો – પ્રેમના કારણે. અર્જુને કહ્યું “તમો જેમ કહેશો તેમ કરીશ’ પુરુષાર્થે વિજય મેળવ્યો. પાત્રતા-પ્રેમ અને પુરુષાર્થના કારણે. રથ પરથી ભગવાન પહેલા ઉતરે કે સારથી? અર્જુનને અહંકાર નડી ગયો. અર્જુન રથથી ઉતરે છે પણ વિલંબે. શ્રીકૃષ્ણે કહ્યું અર્જુન તું પહેલો ઉતર પછી હું ઉતરીશ. શ્રીકૃષ્ણ જ્યાં નીચે ઉતર્યા રથ સળગી ગયો. શ્રીકૃષ્ણ અર્જુનને બચાવી લીધો. ભગવાને કહેલી આજ્ઞાથી જ આપણું ઠેકાણું પડશે. રોજ પ્રભુને કહો, “મને આપના પર ખૂબ પ્રેમ છે. પ્રભુ કહે છે મારા ચરણમાં તારણહાર કહી બેસી ન રહેવાય. પ્રભુ માર્ગ બતાવે પુરુષાર્થ તો પોતે જ કરવાનો છે. દેવ-ગુરુ-ધર્મ બોર્ડ છે આપણને એ બાજુ જવાનું માર્ગદર્શન આપે છે. આપણે આ પરિબળોમાં કાચા પુરવાર થયા છીએ. પ્રથમ અને વચલાને મજબુત કરો આગળ આપોઆપ વધાશે. પ્રેમ પાત્રતાને વિકસાવે. પાત્રતા પુરુષાર્થના સત્વને પેદા કરવાની તાકાત લાવે. આપણી ભૂમિકા-મનોદશા કેવી સાહેબ આપ કહો છો તે સારું છે પણ થશે તો કરીશ” આમાં ઠેકાણે કેમ પડે બોલો? અનંતગુણના માલિક પ્રત્યે પ્રીતિ વધારો ન્યાલ થઈ જશો. તમને મારા પર પ્રેમ છે, તમને મારા પર શ્રદ્ધા છે એની ખબર કેમ પડે? પ્રેમ શ્રદ્ધાથી કાયમ કે શ્રદ્ધા પ્રેમથી કાયમ? પ્રેમ પછી શ્રદ્ધા ન હોય તો પ્રેમ ખલાસ થવાની શક્યતા છે. અપેક્ષા ન ફળે તો પ્રેમ કરો પણ અપેક્ષા તૂટી જાય માટે શ્રદ્ધા જોઇએ. પ્રેમને પજેશનમાં રસ છે જ્યારે શ્રદ્ધા સાર્વજનિક છે. દા.ત. તમે ને તમારા દોસ્ત સાથે મારી પાસે આવ્યા. પ્રેમ હોય તો તમે મને માનો, મને જ કેન્દ્રમાં રાખો. શ્રદ્ધા હોય તો માનો ભલે ગુરુદેવ! બીજા સાથે બોલે છે પણ મારા ગુરુદેવ છે. ભૂલેચૂકે ડીસ્ટર્બ ન થાય ખ્યાલ કરજો કારણથી ઉભો થતો પ્રેમ કારણની ગેરહાજરીમાં તૂટી જાય છે. જ્યારે તમારી સાથે વાત કરું તો તમને પ્રેમ ઉભરાય. પણ ભાવ ન દર્શાવું તો પ્રેમ તૂટી જાય. વિરોધમાં હજી પ્રેમ ટકશે પણ ઉપેક્ષામાં પ્રેમની બહુ કસોટી થશે. ભાવનગરનો અતુલ નવો જોડાયેલ. ઉપાશ્રયે ઘડીયાળ બગડી ગયેલી. ઇશારો કર્યો. પેઢીમાં જઈ કહે જરા બદલાવે. અડધા-પોણા કલાકે પાછો આવ્યો. નવી ઘડીયાળ લગાડી. અરે અતુલ નવી કેમ લાવ્યો? ઓ ગુરુદેવ! આજે પહેલીવાર કામ સોંપ્યું છે. મારામાં એટલી અક્કલ તો છે. પેઢીમાં કહું થઈ તો જાય પણ સાહેબ! સંઘ-ઉપાશ્રય મારા છે. મનેય લાભ મળેને? જે પણ સમય પ્રમાણે આરાધના થશે તેઓ મનેય લાભ મળશે. આ છે પ્રેમની ભૂમિકા. પાત્રતાની ચિંતા ન કરો. પુરુષાર્થ વધારી દો. ભલે કાંદા