________________
૧) મારા દોષ મને દેખાય. ૨) મારા દોષ મને અકળાવે.
બીજાના દોષ દર્શનની વૃત્તિથી આપણી પાત્રતા ખલાસ થાય છે. આ જીવ ભવિ છે અભવિ ખબર શી રીતે પડે? અભવિએ પાત્રતા ગુમાવી બેઠેલો આત્મા છે.
મોઢામાં દૂધપાક ખાવો તે પાત્ર અને દૂધપાક પચાવવો તે પાત્રતા. ખોરાક કેવો ખાઓ છે તે મહત્વનું નથી પણ તે ખોરાક પચાવવો તે પાત્રતા છે.
“ધર્મમાં પ્રવેશ કરનારની પ્રથમ પાત્રતા જોઈએ. એક માણસ નદી કિનારે જઈ નદીને કહે છે તારામાં આ છીંછરાપણું છે એ સારું નથી. દરિયા કિનારે જઈ એને ફરિયાદ કરી’ તારામાં ખારાશ સારી નથી. ગુલાબના પુષ્પો પાસે જઈને કહે તારી સુગંધ સારી રહેલા કાંટા સારા નથી. ચંદ્રને જોઇને કહે “તારામાં તો ડાઘ છે. માટે સારો નથી. ત્યારે બધાએ એને જવાબ આપ્યો “માણસ! તારી આ દોષ દૃષ્ટિ ખરાબ છે. હોસ્પિટલનો કયો દર્દી બીજાના રોગની ચિંતા કરે? એ તો પોતાની જ કરે. એક વાતનો હૃદયથી જવાબ આપો તમે તમારા દોષોની કબુલાત અકળામણથી કરો છો કે વાસ્તવિકતાથી? દા.ત. મને માથું ચડ્યું છે? વાસ્તવિક કે અકળામણ? દોષોની સખત અકળામણ એ છે પાત્રતાનું લક્ષણ. દોષો કાઢવાની વૃત્તિ હોવી જોઇએ. સેંકડો માણસો એવા મળ્યા જેઓ દોષોની કબુલાત કરે પણ દોષ કાઢવાની વાત ન કરે. મનથી માની બેઠા છીએ કે દોષોની કબુલાત અહં પુષ્ટિનું કારણ બની શકે. અત્યાર સુધી જાળવી રાખેલી ઈમેજ ખરાબ બને. સખત માયાના વલણમાં રમીએ છીએ. • બે સાધક સન્યાસીના આશ્રમમાં ગયા. બન્ને એ પાપ સરખું કર્યું છે. બન્નેએ વ્યભિચાર
સેવન કર્યું હતું. એકની આંખમાંથી આંસુ ઝરે છે. અને બીજાએ કહ્યું હા, મેં વ્યભિચાર કર્યો છે. ગુરુએ બન્નેને બહાર મોકલી કહ્યું તમને તમારું પાપ જેટલું લાગે એટલો પથ્થર લઈ આવો. પહેલો સાધક પર્વત પર જઈ મોટો પથરો લઈ આવ્યો. બીજો સાધક ૧૦ મિનિટમાં બહારથી કાંકરી લઈ આવ્યો. કહે “ગુરુદેવ! દુનિયામાં તો ઘણાં પાપો છે પણ આ તો મેં એક જ પાપ કર્યું છે. પહેલા સાધક કહે ગુરુદેવ! મારા પાપ સમાન નીચે કોઈ પત્થર ન દેખ્યો એટલે પર્વત પરથી લઈ આવ્યો છું. મને મારું પાપ આટલું સમજાય છે. ગુરુએ પ્રથમ સાધકને કહ્યું “તારા પાપને પ્રાયશ્ચિતની જરૂર નથી ફક્ત અંતઃકરણથી મિચ્છામી દુક્કમ દઈ દે. બીજાને કહ્યું “તારા પાપનું પ્રાયશ્ચિત અપાય તેમ નથી કારણ તને પાપ પાપરૂપ લાગતું નથી. અમને સંસાર અસાર લાગ્યો. નીકળી પડ્યા. તમને સંસાર અસાર લાગ્યો?