________________
પાત્રતા, પ્રેમ, પુરુષાર્થને હાથવગા કરીએ... દોષની કબુલાત આપણે વાસ્તવિકતાના સ્તરે કદાચ કરી છે પણ એમાં | અકળામણ ભળી નથી અને એટલે જ આપણે દોષ મુક્ત બન્યા નથી. પરમાત્માના અનંત ગુણો કદાચ શ્રદ્ધાના વિષયો હશે પણ આપણા અનંત દોષો તો અનુભવના જ વિષય છે. અને છતાં કરુણતા એ છે કે એની આપણને અકળામણ નથી. જેની નજર સામે કાયમ માટે અન્યના દોષો જ રહે છે એની દોષમુક્ત બનવાની સંભાવના ખલાસ થઈ જાય છે. સાધનાને સફળ બનાવવાના ત્રણ પગથીયા છે. પ્રથમ પગથીયું છે “પાત્રતા'
દોષોની સખત અકળામણ એ છે પાત્રતાનું લક્ષણ. • બીજું પગથીયું છે પ્રેમ. જે પણ પરિબળોમાં આપણને દોષમુક્ત બનાવવાની
તાકાત છે એ તમામ તારક પરિબળો પ્રત્યે દિલનો ભારોભાર પ્રેમ. ત્રીજું પગથીયું છે પુરુષાર્થ. ઉપકારી દેવ-ગુરુની આજ્ઞા પ્રમાણેનો સમ્યક પુરુષાર્થ. પ્રેમમાં પાત્રતાને વિકસાવવાની અને પુરુષાર્થ માટેના સત્વને પેદા કરવાની તાકાત પડી છે.
જ્યાં સુધી મન પારકા દોષ જોવાથી મુક્ત બને અને ગુણોને ગ્રહણ કરવામાં પ્રવર્તે નહી ત્યાં સુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનમાં મનને આસક્ત કરવું શ્રેષ્ઠ છે.
અનંત ઉપકારી, જ્ઞાની, કરુણાના ભંડાર શાસ્ત્રકાર ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ “જ્ઞાનસાર' ગ્રંથમાં માધ્યસ્થ ગુણની વિવેચના કરતા કહે છે સતત બીજાના દોષો જોયા કરશો તો જાતને દોષ મુક્ત કરવાનું મુશ્કેલ બનશે. પોતાના દોષો ભયંકર લાગે તેને તેની સાધનાને નિષ્ફળ ન બનાવે. દોષ બીજાના દેખાય છે અને દુઃખ પોતાના દેખાય છે. સાધના કરતા ત્રણ પરિબળોમાં કમજોર બન્યા. આ ત્રણેય સ્ટેજ સમજી લો.
૧) આપણામાં પાત્રતા જોઈએ. પરમાત્માની દેશના અભવીને નિષ્ફળ જાય. દરિયાની રેતીથી ક્યારેય ઘડો થાય? વાંઝિયા વૃક્ષે ફળ આવે? પાત્રતા જ નથી. મારામાં ધર્મ પામવાની પાત્રતા છે તેની અનુભૂતિ કેવી રીતે થાય? પાત્ર હોવું અને પાત્રતા હોવી એ બન્ને અલગ છે. જે ઘડામાં દારૂ ભર્યો હોય એ ઘડામાં દૂધ ભરવાને લાયક નથી. જેનામાં ગ્રહણ કરવાની તાકાત હોય પણ તેનામાં પચાવવાની તાકાત હોય તે પાત્રતા. બે વાતો ધ્યાનમાં જરૂરથી લેજો.