________________
બટાટા ખાય પણ એને અહીં આવવાનું શરૂ કરાવો. બદલાયા વગર નહિ રહે. ઋષભ જિનેશ્વર પ્રીતમ મહરો ઔર ન ચાહું રે કંત... કપટ રહિત થઈ આતમ અરપણાં, આનંદઘન પદ રેહ. પરમાત્માની સાથે જેને પ્રેમ છે તો સરળ બની અર્પણ કરો. તમે ના પાડવાની ભૂમિકામાં હો તો ના પાડો. શક્તિ ન હોય તો સ્પષ્ટ ના પાડો. પણ કપટ વગર. સાહેબ! શક્તિ છે પણ હાલ ભાવ નથી. કહો કપટ વગર ના પાડવાની ના નથી પણ માયા ન જોઈએ. તમારી ભક્તિ અભય-અદ્વેષ-અખેદ કરો. તમારી ભક્તિ કરવા પ્રથમ નિર્ભય બનું. તારી ભક્તિ કરતા પ્રથમ દ્વેષ વગરનો બનું. પ્રભુની ભક્તિ કરતા પ્રથમ ખેદ વગરનો બનું. ઉપમિતિમાં લખ્યું છે “ભિખારી પર રાજાની નજર પડે તો એનુંય કામ થઈ જાય બસ તેમ આપણા પણ પ્રભુની નજર પડી જાય તો આપણુંય કામ થઈ જશે. પ્રભુ કહે છે, ફરિયાદ તમારા દોષની કરો. દુઃખ લગાડો બીજાના દુઃખનું. ભગવાનના અનંત ગુણો કદાચ આપણી શ્રદ્ધાના વિષયો હશે પણ આપણા દોષો તો અનંતભવના અનુભવના જ વિષયો છે છતાં કોઇ અકળામણ નથી છે ને કરુણતા? દોષો કાઢવા પ્રભુ પર શ્રદ્ધા વધારો...
શરીર અને મન જ કેન્દ્ર સ્થાને ગોઠવાય તે છે
પ્રેય અને આત્મા કેન્દ્ર સાથે ગોઠવાય એ છે
શ્રેય!