________________
માણસ ખોઇ નાખે છે. ઇચ્છાએ વિષકન્યા છે, એને સેવનારો અંતે બરબાદ થનારો હોય છે.
વિશ્વના શ્રેષ્ઠ વિચારક પૂજ્યપાદ ઉપાધ્યાય યશ વિ.મ. સાહેબે અષ્ટાક્ષરમાં હસ્તાક્ષર આપીને કહ્યું છે...
“પરસ્પૃહા મહાદુઃખ.” “ઇચ્છા મહાદુઃખ છે.'
જો કે દારૂડીયાને દારૂ દુઃખ છે, તે નથી સમજાત, એટલા માત્રથી દારૂને સુખનું લેબલ આપનારો માણસ બુદ્ધિનો બ્રહ્મચારી જ કહેવાશે.
પ્રાજ્ઞ અને પ્રોઢ પુરૂષોએ ઇચ્છાને જે દુખનું, અજંપાનું કારણ કહ્યું છે, તે ખૂબ ચિંતન-મનન અને મંથન કર્યા બાદ કહ્યું છે... નહિ તો શું ઓછું હતું સિકન્દર પાસે? એમ કહે છે... એક સંત જોડે સિકન્દર એક દિવસ સવાલ જવાબમાં ઉતરી પડ્યા.
સંતે કહ્યું- ક્યા હૈ? સિકન્દર, ક્યું આયા?
સિકન્દર કહે મેરી ખ્વાઈશે પૂરી હો ઐસે આશીર્વાદ દીજીયે. મુઝે ભારત પે ચઢાઇ કરની હૈ ઔર ઉનપે વિજય મિલાના હે.
સંત કહે ફીર આગે... ક્યા કરેગા? સિકન્દર કહે- ફીર ઇરાનકો જીતુંગા. સંત કહે ફીર, ચીન, ફીર... ધીરે ધીરે પૂરી દુનિયા જીત લુંગા. સંત કહે ફીર... સિકન્દર કહે ફીર મેં આરામ સે રહૂંગા.
સંત કહે ફીર.... ફીર શાંતિ સે જીન્દગી પૂરી કરુંગા. સંતે જોરદાર હસીને ધારદાર શબ્દો કહેલા... રે.. પાગલ વો તો તે અભી ભી કર સકતા હૈ, ઇનકે લીયે ઇતની જફાયે ક્યું?.... બોલ ક્યું?. ઇંટનો જવાબ પથ્થરથી ને પથ્થરનો જવાબ તલવારથી આપવા ટેવાયેલો સિકન્દર નિરૂત્તર બની સંતને ઝૂકી ગયો...
સિકન્દરની જ આ વાત નથી પણ... ક્યારેક વિચારશું તો લાગશે... આપણીય દોટ કંઇક આવી જ છે... શું ઓછુ છે માણસ પાસે?... ખાવાને બે ટંક રોટલા છે.. ઉંચા ઓટલા છે.. ભર્યા પોટલા છે... તોય એના ઉધામા એટલા ને એટલા જ છે... કારણ તપાસશું તો આની પાછળ મળશે માત્ર ઈચ્છા....
gistraintina Taiwiiiiiiiiiiiiiiiiiiiii
iigAsia
6 J
ain
similarusianiraj