________________
કેટલો કઠિન છે, તો તે ગુમાવવો કેટલો સહેલો છે, તે વાત આ દૃષ્ટાંત આપણને સમજાવી જાય છે.
પૂ.આ.ભ. શ્રી યશોવર્મસૂરિજીએ ‘વિક્રમકૃપા'ના અંકમાં મઝાનું ચિંતન આલેખ્યું છે. એમની શૈલીમાં જાણો
ઇચ્છાઓને શાંત કરો :
આજે નહિં તો કાલે પણ આપણે આ સત્યને સ્વીકારવું જ પડશે. કે આપણી તમામ અશાંતિનું મૂળ આપણી ઇચ્છા જ છે. આપણને જો શાંતિ જોઇતી હોય તો આપણે આપણી ઇચ્છાઓને શાંત કરવી જ પડશે. બાકી... ઇચ્છાઓને શાંત કર્યા વગર કોઇને શાંતિ મળી હોય તેવું આ સંસાંરમાં ક્યાય કે ક્યારેય બન્યુ નથી. કારણ કે ઇચ્છાનો સ્વભાવ છે એ જતી જતી બીજીને મુકતી જ જાય એટલે જ
‘ઇચ્છાથી તૃપ્ત નથી બનાતું મુક્ત જરૂર બનાય''.
ઇચ્છાથી કોઇ તૃપ્ત બન્યુ હોય એવો દાખલો અખિલ બ્રહ્માંડે નથી. જે ક્ષણિક તૃપ્તિ દેખાય છે, તે તો ખરજવાને ખાવાથી થતી ખુશી જેવી છે. ખરજવાને ખણ્યા પછી જે બળતરાને વેદના છે. એ જ બતાવે છે કે ખણવાથી શાંતિ નથી મળતી, મળે છે એ તો માત્ર એક આભાસ છે. ઇચ્છા માત્ર ચળ છે, જેમ ચરે છે ખણ્યા પછી...
એટલે જ સમજુ જનો ખણવાની ના પાડે છે... ઇચ્છાથી મુક્ત થવા પ્રયત્ન કરો, એને શાંત પાડી દો... એને પૂરી કરવાના પ્રયત્નો સરવાળે દુ:ખના દાવાનલને જ લગાડે છે...
જંબુસ્વામીના રાસમાં રસમય કથા આવે છે, મધુબિંદુની... એક પથિકની પાછળ જંગલી હાથી પડ્યો છે. પેલો માણસ હાથીથી બચવા મુઠ્ઠીઓ વાળીને જંગલમાં દોડે છે, હાંફી જાય છે, થાકી જાય છે, છેલ્લે એક મોટું વડનું ઝાડ એ જુવે છે ને દોડીને એ જાજરમાન ઘટાદાર વડ ઉપર ચડી જાય છે, અને એની વડવાઇયો પકડી લટકી પડે છે... પેલો જંગલી હાથી દોડતો ઝાડ પાસે આવ્યો, ને ભયંક૨ ચીંઘાડ નાંખી એણે, વડના ઝાડને હચમચાવી નાખ્યું, પેલો ડરતો ને ધ્રુજતો માણસ વિચારે છે, વડ જો તુટી પડશે તો હાથી મને ચગદી નાખશે, ને એની નજર ઉપર જાય છે, ઉપર બે વૃંદરડા વડની વડવાઇને પોતાના તીક્ષ્ણ દાંતથી કાતરી રહ્યા છે, માણસ વિચારે છે,
A11N1
AliEaia
STATUS W
|||| Ya
૪૨
||SAIના
miti tmimiizmi-Yi Wis