________________
સાહેબ ચાર મહિના પ્રવચન મળે છે માટે રાત્રિ ભોજન છોડીએ. એક વાત સમજો ટેકાના આધારે મકાન કેટલું ઉભું રહે. આપણી વિચારધારામાં મિથ્યાત્વના બીજા પડ્યા છે. જ્ઞાન વિમલસૂરિએ કહ્યું છે કે ધર્મની આરાધના તો રોજ કરવાની છે પણ જે જીવો રોજ ધર્મ નથી કરતા તેને માટે પર્વ દિવસો છે. નિયમના કારણે સત્ય કેળવાય છે. સત્વ આજે છે કાલે નથી, ભૂમિકા તો આપણે તૈયાર કરવી પડે છે. પાલિતાણામાં પાઉંભાજી ન ખાનાર બહાર કેમ ખાય છે? પાલિતાણા તીર્થ પ્રત્યે આદર છે પણ પાંઉભાજી પ્રત્યે અણગમો નથી.. એક શેઠે સંઘ કાઢ્યો, અડધા રસ્તે પહોંચ્યા. બહારવટીઆએ સંઘને ઘેરી લીધો. જેની પાસે જે હોય તે મને આપી દો ઘરે જઇ બધાને આપી દઇશ. એમ સંઘપતિના કહેવાથી બધાએ ઘરેણા ઉતારી પોટલી બનાવી દીધી. આ બાજુ સૂર્યાસ્તનો સમય થવાની તૈયારી સંઘપતિએ બહારવટીઓને કહ્યું થોડી રાહ જુઓ. અહીં કોઇ રાત્રિ ભોજન કરતું નથી, પતરાળા પથરાયા. બધા ખાવાનું શરૂ કરે ત્યાં શેઠ કહે રાત્રિ ભોજન જેમ આપણને નિષેધ છે તેમ આપણા આંગણે અતિથિ ઉભા હોય તો આપણાથી પહેલાં ભોજન કરાય નહી. બધાને બેસાડો. જમી રહ્યા પછી શેઠ બહારવટીઆની પાસે જઈ ઘરેણાની પોટલી આપી દીધી. બહારવટીઓ જામ અબડો કહે જેમ તમારા શાસનમાં રાત્રિ ભોજનનો નિષેધ છે તેમ અમારામાં ય જેનું ખાધુ હોય તેને લૂંટવું નિષેધ છે. જેનું લૂણ ખાધું હોય તેને ત્યાં ચોરી ન થાય. ઘરેણા પાછી આપી દીધા. એક સત્ય અને કોને સત્વશીલ બનાવે છે. એક બીજો દાખલો : મુંબઇમાં એક સાધુ ભગવંત ચારિત્ર સારું એવું પાડ્યા પછી મનથી ઢીલા પડ્યા. ચારિત્ર છોડવા તૈયાર થયા. ગુરુએ ઘણા ઉપાય કરાવ્યા. પણ ચારિત્ર મોહનીયનો જબરો ઉદય. ગુરુને કહે ચારિત્ર છોડવાની ઇચ્છા નથી પણ મન શાંત થતું નથી. આખરે દીક્ષા છોડી. અડધા કલાકે કાલબાદેવીના રાઉન્ડ પાસે મૂતરડીમાં ગયા. ત્યાંનું દૃશ્ય જોયું. તરત પાછા ઉપાશ્રયે આવ્યા. ગુરુદેવ! મને વાસના કરતા જીવદયા વધુ વહાલી છે. ફરી દીક્ષા ગ્રહણ કરી નિરતિચાર જીવન બનાવી સગતિ પામ્યા. ભૂખ લાગે ત્યારે શું ખાઇએ એ ગરીબની ચિંતા અને શું કરીએ
૨૯
SIMItIwwાજા દાદાજી
Basis Vision
i
s