________________
★
★
પ્રવચન અંશ
સુકૃત સેવનના ઉત્સાહને ટકાવી રાખજો .
સુકૃત સેવન બાદ અનુમોદનાના અમૃતથી એ સુકૃતને ચેતનવંતો બનાવજો.
૨૦
પ્રભુ પાસે રોજ પ્રાપ્ત થયેલ શક્તિઓ પચાવવાની પાત્રતાની વિનંતી કરજો. લાડવા ન પચે તો ઝાડા થાય તેમ શક્તિઓ ન પચે તો દુર્ગતિ નિશ્ચિત થાય. રોજની આરાધનાની ફળશ્રુતિ
૧. ચિત્ત નિસ્પૃહ થાય.
૨. સમજ સમ્યક્ થાય.
૩.
અંતઃકરણ પાપભીરૂ થાય.
સંપત્તિના વ્યાજના બોજે આપઘાત ક૨વા માણસ દોડે છે પણ પ્રમાદનું વ્યાજ ચૂકવતા કેટલા ભવ લમણે ઝીંકાશે એનો ખ્યાલ છે? પુણ્યના ઉદયકાળમાં પાપી બનવું છે કે ધર્મ?
સત્તા, સંપત્તિ અને સૌંદર્યને સંભાળજો.
૫૨પીડનની વૃત્તિઓથી આત્માને બચાવજો.
કોઇપણ સંજોગોમાં ધર્મપ્રત્યે, ધર્મીપ્રત્યે અને ધર્મના કોઇ અંગ પ્રત્યે દ્વેષ ન કરશો.
સાચું સમજવા દે નહિ, સમજાઇ જાય તો સ્વીકારવા ન દે એનું નામ મિથ્યાત્વ.
સમજાઇ જાય, સ્વીકાર પણ કરે પણ આચરણ કરવા દે નહિ તેનું નામ અવિરતિ છે. બન્નેથી ચેતજો.
કર્મબંધ માટે વૃત્તિ જવાબદાર છે. સંસ્કારોના નિર્માણ માટે પ્રવૃત્તિ જરૂરી છે.
******************** simisi#Y A wi- Y]
૯૭
235805315328336 205 305 306 30220530530323306366308 30 isiY TO WW EVERY & Comi