________________
અપુનબંધક જીવ નિયમા ચરમાવર્તિકાળમાં આવેલો હોવાથી શુક્લપાક્ષિક હોય છે. કોઈ પણ જીવના આધ્યાત્મિક વિકાસના પગરણ અપુનબંધક અવસ્થાથી મંડાય
અપુનબંધકનાં લક્ષણો- (૧) તીવ્રભાવથી=ઉત્કટ રાગાદિપૂર્વક પાપ કર્મ ન
(૨) ભયાનક સંસાર પ્રત્યે બહુમાન=આદરભાવ ન હોય, અર્થાત્ તેમાં તીવ્ર આસક્તિ ન હોય.
(૩) સર્વત્ર ઉચિત રીતે વર્તે, એટલે કે ધન મેળવવામાં ન્યાય રાખવો, આંગણે અતિથિ આવે તો યોગ્ય સત્કાર કરવો વગેરે ઔચિત્યને જાળવે. ધર્મસ્થાન, બજાર, મુસાફરી, ઘર, કુટુંબ, સમાજ વગેરે સ્થળે જ્યાં જેવું ઔચિત્ય સાચવવાનું હોય ત્યાં તેવું
ઔચિત્ય સ્વશક્તિ આદિ મુજબ સાચવે. જેમ મયુરશિશુના પીછામાં આકર્ષક રંગચિત્ર સ્વાભાવિક હોય છે. પીછાને કોઈ ચીતરતું નથી, તેમ અપુનબંધક જીવમાં આ ગુણો પરના દબાણ કે ભય આદિ વિના સ્વાભાવિક=સહજભાવે હોય છે.
માર્ગાભિમુખ-માર્ગપતિત-જ્યારે રાગાદિ વિશેષ રૂપે ઘટે છે ત્યારે અપુનબંધક જીવ માર્ગાભિમુખ અને માર્ગપતિત બને છે. માર્ગ એટલે વિશિષ્ટ (ચતુર્થાદિ) ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવનાર સ્વાભાવિક (મિથ્યાત્વમોહાદિના) ક્ષયોપશમ વિશેષથી થતી સર્પને પેસવાની લાંબી નળીની જેમ ચિત્તની સરળ ગતિ. ચિત્તની સરળ ગતિ એટલે ચિત્તમાં કદાગ્રહ, વિષયતૃષ્ણા આદિ રૂપ વક્રતાના ત્યાગથી મધ્યસ્થતા, સંતોષ આદિ ગુણોનો પ્રાદુર્ભાવ.
જે જીવ આવા માર્ગ તરફ વળ્યો હોય, અર્થાત્ માર્ગમાં પ્રવેશવાની યોગ્યતા પ્રાપ્ત કરી હોય, પણ માર્ગમાં પ્રવેશ ન કર્યો હોય તે માર્માભિમુખ કહેવાય અને જેણે એ માર્ગમાં પ્રવેશ કરી દીધો હોય તે માર્ગ પતિત કહેવાય.
આપણાને આપJા માટે કેવા અભિપ્રાય છે.
સહનશીલ છીએ દહનલ? કરતા રહીએ છીએ કે બળતાં? સ્વીકાર ભાવમાં કે પ્રતિકાર ભાવમાં?
જવાબ આપો...
HD
in)
નrrrrrr ခုခုဆိုခဲ့
મમમમમમમમ