________________
માર્ગપતિત, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ જીવો સમજવા.
સંક્ષેપમાં ચારિસંજીવનીચાર ન્યાય સંબંધી કથા-શ્રાવસ્તી નગરીમાં એક બ્રાહ્મણપુત્રી હતી. તેની એક અત્યંત પ્રીતિપાત્ર સખી હતી. વિવાહ થવાથી બંને જુદી પડી. એક વાર સખી બ્રાહ્મણપુત્રીને મળવા ગઇ. બ્રાહ્મણપુત્રીને ઉદાસીન જોઇને સખીએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણપુત્રીએ કહ્યું મારો પતિ મને આધીન નથી તેથી હું દુઃખી છું. સખીએ તેને સાંત્વન આપતાં કહ્યું : હું વનસ્પતિની જડી આપું છું. તે જડી તું તારા પતિને ખવડાવી દેજે, જેથી તે બળદ બની જશે. બ્રાહ્મણપુત્રીએ પતિને જડી ખવડાવી બળદ બનાવી દીધો. પછી તેને દુઃખ થયું. તે હમેશાં તેને બહાર ચરાવવા લઇ જતી હતી. એક દિવસ તે એક વડવૃક્ષની નીચે બળદને ચરાવતી બેઠી હતી. આ વખતે એક વિદ્યાધરયુગલ એ વડની શાખા ઉપર બેસી આરામ લેતું હતું. બંનેના વાર્તાલાપમાં વિદ્યાધરે કહ્યું : આ બળદ સ્વાભાવિક નથી, જડીના પ્રયોગથી મનુષ્ય મટી બળદ થયો છે. હવે જો આ વૃક્ષની નીચે રહેલી સંજીવની નામની જડી ખવડાવવામાં આવે તો તે ફરી બળદ મટી મનુષ્ય બની જાય. બ્રાહ્મણપુત્રીએ આ સાંભળી બળદને સંજીવની ખવડાવવાનો વિચાર કર્યો. પણ તે સંજીવનીને ઓળખતી ન હતી. આથી તેણે વડવૃક્ષ નીચે રહેલી બધી વનસ્પતિ બળદને ચરાવી દીધી. બધી વનસ્પતિની સાથે સંજીવની પણ આવી ગઇ. આથી તેનો પતિ બળદ મટી મનુષ્ય થયો. જેમ અહીં બળદ બધી વનસ્પતિને ચરતાં ચરતાં સંજીવની પણ ચરી ગયો, એથી બળદ મટી મનુષ્ય થયો. તેમ પ્રસ્તુતમાં અપુનબંધક વગેરે જીવો શુદ્ધ મોક્ષમાર્ગને જાણતા નથી, પણ પોતે માનેલા દર્શનમાં કહેલી મોક્ષ માટેની ક્રિયા કરતાં કરતાં શુદ્ધ મોક્ષમાર્ગ પામે છે અને આત્મહિત સાધે છે.
અપુનબંધક-જે જીવ રાગાદિદોષોનો હ્રાસ થવાથી આયુષ્ય સિવાય સાત કર્મની અંતઃકોડાકોડિ સાગરોપમથી અધિક સ્થિતિને ખપાવે છે અને ભવિષ્યમાં ફરી ક્યારેય અંતઃકોડાકોડિ સાગરોપમથી અધિક સ્થિતિનો બંધ કરે નહિ તે અપુનબંધક છે.
પ્રશ્ન-યોગશાસ્ત્રોમાં અપુનર્બંધકની વ્યાખ્યામાં ફરી (સાત કર્મની) ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે એવો ઉલ્લેખ છે. આથી અહીં અંતઃકોડાકોડિ સાગરોપમથી અધિક સ્થિતિ ન બાંધે એમ કેમ કહ્યું?
ઉત્તર-અપુનર્બંધક જીવોને શાસ્ત્રમાં ધર્મપ્રાપ્તિને યોગ્ય કહેલા છે. યથાપ્રવૃત્તિકરણમાં આવ્યા વિના ધર્મપ્રાપ્તિની યોગ્યતા આવે નહિ. યથાપ્રવૃત્તિકરણમાં આયુષ્ય સિવાય બધાં કર્મોનો સ્થિતિબંધન અંતઃ કોડાકોડિ સાગરોપમથી વધારે ન થાય. તથા અપુનર્બંધકને યોગશાસ્ત્રોમાં (પ્રાયઃ) વર્ધમાન ગુણવાળો કહ્યો છે. આથી તે પ્રાપ્ત થયેલી અવસ્થાથી પાછો પડતો નથી. આમ, અર્થાપત્તિથી સિદ્ધ થાય છે કે અપુનર્બંધક જીવ અંતઃકોડાકોડિ સાગરોપમથી અધિક સ્થિતિનો બંધ ન કરે.
૧૧૩