________________
સમ્યક સમજની ખૂબ જરૂર છે. સમજ જ્ઞાન સાથે સંકળાયેલ છે. જ્ઞાનની ત્રણ ભૂમિકા સમજીએ.
૧) જ્ઞાન ઉત્સાહ લાવે છે. જે કાંઈ ભણીએ એનાથી ઉત્સાહમાં વધારો થાય છે. જ્ઞાની કષ્ટ કર્મ નિર્જરામાં પલટાવે. દુઃખી ન બને. પોલીસ ટ્રાફિક રોડ પર ચાર રસ્તે ઉભો હોય, એક ગાડી જાય કે ૧૦૦ ગાડી જાય એને શું ડીસ્ટર્બન્સ. કાંઈ નહિ. એ એવી જગ્યાએ ઉભો છે. બસ તેમ જ્ઞાનીના જીવનમાં ઘણાં વાવાઝોડા આવે પણ એ એવા સ્ટેજથી કેળવાયો છે કે તે ડીસ્ટર્બ ન થાય.
અમદાવાદ સેટેલાઈટ શ્યામલ રો હાઉસમાં પૂ.આ.ભ.શ્રી ભદ્રગુપ્તસૂરિજીની શાતા/સ્વસ્થતા પૂછવા વંદન કરવા ગયા. શાંત સુધારસ ભા.૩નું ખૂબ મસ્તીથી લેખન કરી રહ્યા હતા. રોગ ક્યાય માનસમાં નહિ શાંત-પ્રશાંત ઉપશાંત આને કહેવાય મધ્યસ્થતા એ તો એ જ કહે સંયમ જીવનમાં અશાતા હોય જ નહિ.
હાથીની અંબાડીએ બેસનાર સામે કૂતરો ગમે તેટલો ભસે તો શું બેસનાર ડીસ્ટર્ન થાય. જ્ઞાની એટલી ઊંચાઈ ઉપર હોય તેમને કર્મના કૂતરા નડે-ભસે તોય એમની કોઈ પ્રતિ પ્રક્રિયા ન હોય.
૨) સમ્યજ્ઞાન આવે ને ઉત્સાહ આવે. જ્ઞાનીનું જીવન ઉજાસમય હોય. જ્ઞાન દીપક સમાન હોય. એના કારણે સમાજનું સૌંદર્ય ઝગારા મારતું રહે છે. ગુલાબનું ફૂલ આસપાસથી આવે કે જાય પણ સુવાસ પ્રસરાવે તેમ જ્ઞાનીના જીવનમાં કોઈ આવે કે જાય. મુખરેખા ન પલટાય.
એકવાર સોક્રેટીસને એની પત્નીએ પૂછ્યું “આ તમે નોકર રાખ્યો છે ગુંડો? સોક્રેટીસે જવાબ આપ્યો. તું કહે ને ૧૮૧૫ દિવસ પછી એના નોકરે સોક્રેટીસને કહ્યું કે તમારી પત્ની પત્ની છે કે ડાકણ? એણે જવાબ આપ્યો કે તું કહે છે. બન્નેએ સોક્રેટીસના જવાબ સાંભળી લીધા. બન્ને જણા ભેગા થઈ સોક્રેટીસને પૂછે છે ‘તમે માણસ છો કે ગાંડા? નાના નાની બાબતો દિમાગ પર લાવ્યા જ કરશો તો ક્યાંય આગળ નહીં વધો. ઉલ્લાસ કાયમ રાખો ૧૦૦% ઉત્સાહ કાયમ ટકાવો. જીવનમાં ઉલ્લાસ દેખાતો નથી માટે ઉજાસ દેખાતો નથી. આખી જિંદગી આપણી મારામારી સાચા બનવા કાજેની છે કે સારા બનવા માટે? ક્યારેક કોઈ કહે સાહેબ! મેં કોઈનુંય બગાડ્યું નથી છતાં બધા મારું ખરાબ કેમ કરે છે? ભગવાને કોઈનું બગાડ્યું ન હોતું છતાં એમના પર ઉપસર્ગ શા માટે આવ્યા? આવો વિચાર આવે ત્યારે યાદ રાખજો મારા વર્તમાન જીવનના તીવ્ર જાલીમ દુઃખો, ગત જન્મોના તીવ્ર પાપોની જાહેરાત છે. ચીકણા કર્મોનું બેકિંગ છે. ઉત્સાહ જોઇશે, ઉજાસ જોઇશે. ૩) અને ઉમંગ પણ જોઈશે. ઉમંગી આત્મામાં હતાશા આવતી નથી. આખા