________________
નહિ? આટલું સાંભળ્યા પછીય આપણે ઠેકાણે આવતા નથી. આશાતનાઓ ચિક્કાર છે. બૂટ, મોઝા, ચપ્પલ, વસ્ત્રો, ચોકલેટ, બિસ્કીટ, ગોળીઓ, કાંડા ઘડીયાળ, કાગળ ડીશો, છાપામાં ખાવાનું આ બધે જ્ઞાનની કેવી આશાતના છે. પ્રવચનો સાંભળ્યા પછીય ઠેકાણું પડતું નથી. આ બધામાં પરિવર્તન આવતું નથી.
ઠલે જતા ઘડીયાળ કાઢો? • પાકીટમાં રૂ/કાગળ હોય તો પાકીટ બહાર રાખો? આ બધામાં આશાતના છે તે
સ્વીકારશો? • ફટાકડા ફોડે તેમાં આંખને અને કાનને જ આનંદ આવે? • ફોડવામાં આનંદ કે જોવામાં?
ફટાકડા સળગાવનારને ડર કે જોનારને ડર? • ફટાકડાની લૂમ સળગાવી ભાગે તેનું મોઢું જોયું છે?
ફટાકડાનો અવાજ એકલાને આવે કે બધાને? શા માટે ફટાકડા ખરીદવા જોઇએ? ઘરમાં બધા જ ઘડીયાળ ન રાખે તો ન ચાલે? એક વાત ધ્યાનમાં રાખો, જમવા બેસીએ ત્યારે બધું કાઢીને બેસશું. આજે આટલી બોણી કરાવશો. મોક્ષમાં પહોંચી જવાનો ભલે હાલ ભરોસો નથી પણ સંસાર લાંબો નહીં ચાલે તે નક્કી છે.
સમ્યક સમજણના ત્રણ સ્ટેજ જાણી લો. ૧) સમ્યક સમજણ દુર્લભ છે. અત્યંત કષ્ટ કર્યા પછી જે મળે તે દુર્લભ. આ જગત
આવું છે એવી સમજણ કેટલા પાસે? કર્મની સ્થિતિ તૂટે નહિ ત્યાં સુધી આ સમજ સ્પર્શે નહિ. અત્યારે જે સમજ લાભ-ગેરલાભ બતાવે એમાં અટવાયા
છીએ. ૨) સમ્યફ સમજણ દુર્ગમ છે. સમ્યક સમજણના આધારે આચરણ કરવું બહુ અઘરું
છે. ચારિત્ર લીધા પછીય આચરણે પ્રમાદ અને શિથિલતા આવી જ જાય છે. સાધના માટે સમ્યક આચારો જીવનમાં લાવવા પડે છે. સમાધિ માટે મનને સમ્યક સમજથી યુક્ત બનાવવું પડે છે. ભવ તો અનંતા મળ્યા પણ અનંત ભવે દર્શન થાય છે ખરું? કષ્ટથી ડરતા હો તો ઘણાં ક્ષેત્રોમાં કષ્ટો વેઠો છો. દુર્ગમ કેમ લાગતું નથી? શરીર-મન અનાદિકાળથી સાચવ્યા છે. શરીર તુષ્ટ અન્નથી થાય છે. મન તુષ્ટ વિચારથી થાય છે. આત્મા તુષ્ટ પ્રભુની કૃપાથી થાય છે. સારા વિચારો મળશે, સારું અન્ન પણ મળશે પણ આત્મિક પુષ્ટિ સહેલાઇથી નહિ મળે.