________________
એક વાત તમને પૂછું? જેલનો કેદી જેલમાંથી ક્યારે છૂટે? ૧) જેલની જિંદગીનો સ્વીકાર કરે. ૨) તેની વર્તણુક સારી હોય (સહયોગાત્મક ભૂમિકા) ૩) જેલર સાથે મૈત્રીભાવ (ભાવનાત્મકતા) જો જેલમાંથી છૂટવા ત્રણ વિકલ્પ જોઈએ તો કર્મસત્તાની જેલમાંથી છૂટવા ત્રણ વિકલ્પ કેમ ન કરી શકાય? હકારાત્મકતા માટે પાત્રતા નહીં આપણી વેલ્યુ રોકે છે. કરોડપતિને સ્કૂટર પર બેસવા તેની વેલ્યુ રોકે છે. ચક્રવર્તિને કર્મસત્તા સાતમી નરકે મોકલે છે. જેલમાં પડતી અગવડોની સતત ફરિયાદો કર્યો જ જાય તો માર ખાય છે તેમ સંસારમાં પડતી અગવડોની ફરિયાદો કર્યો જ જઇશું તો માર ખાવાનો જ વારો આવશે. ધર્મસત્તાનું સૂત્ર છેઃ સ્વીકાર કરો. કર્મબંધથી બચો. નિર્જરાનો લક્ષ કરો. ફરિયાદો કરવાથી ડૂચા નીકળી જશે. હજી હમણાં જ મૈસુરથી વિહાર કરી બેંગ્લોર દીક્ષા કાજે જતા હતા. ૨/૩ દિવસે પહોંચી જવાય એટલો વિહાર બાકી. એક દિવસે સાંજે વિહાર કર્યો. પાંચેક કિ.મી. જ જવું હતું. ક્યાય ઉતરવાની સુવિધા મળક્ષ જશે એ વિશ્વાસ વધ્યા. ચાલતા રહ્યા. ક્યાંય જગ્યા ન મળી. જાયન્ટ ફેક્ટરીઓના ગાર્ડો દરવાજા ખોલે નહિ. ૧૩ કિ.મી. ચાલ્યા. એક બસ સ્ટેન્ડ પાસે હનુમાનનું મંદિર હતું. મંદિરનો રંગ મંડપ ઠીક સારો હતો. બહાર પતરાનું છાપરું હતું. અંધારું થઈ ગયેલું. થાકી પણ ગયેલા. એના પૂજારીને ખૂબ સમજાવ્યા ન માન્યો. અમને કહે બહાર છાપરા નીચે રાત કાઢો. તાળુ મારી ચાલી ગયો. હવે આગળ વધાય નહીં. બધાએ નિર્ણય કર્યો. ઉનાળો છે. ચાલો, છાપરું તો મળ્યું. નીચે સીમેન્ટથી બાંધેલું હતું. પ્રતિક્રમણ કર્યું. સંથારા પાથર્યા ત્યાં વીજ-ગાજ-પવન સાથે વરસાદ ચાલુ થયો. ધોધમાર વર્ષા. છાપરે કાણા. પવનથી વાછંટ, બસ સ્ટેન્ડ પાસે થાંભલે લાઈટ ગૂલ, સૂસવાટા મારતો પવન. છયે ઠાણા ઉભા ઉભા રાત્રિ પસાર કરી. બે કલાકે વરસાદ બંધ થતા જમીનમાંથી કાળા મંકોડા હજારોની સંખ્યામાં નીકળ્યા. મેં મુનિવરોને કહ્યું આજે તમને બધાને ખૂબ હેરાન કર્યા. તો પાંચેય મુનિવરો કહે ગુરુદેવ! આવું તો થાય. કોઈનાય મુખ પર કોઈ ફરિયાદનો ભાવ ન દેખાયો. એક વાત જીવનમાં નક્કી કરો. કોઈ એક આરાધના જીવનના અંતિમ શ્વાસ સુધી