________________
પકડી રાખવી છે જે આરાધના એવી પકડજો જેમાં રસ હોય. ખબર છે ૧૪ પૂર્વીને મરણ સમયે સ્વાધ્યાય કરવાની મનાઈ છે. તે સમયે ૧૪ પૂર્વોને બાજુ પર મૂકે અને નવકાર પડે શ્રમવાળો સાધુ શ્રમ કરીને આવ્યો હોય તેને સ્વાધ્યાયમાં ન બેસાડાય. શ્રમ વગરનો સાધુ હોય એને જ સ્વાધ્યાયમાં જોડાય. જો આરાધનામાં રસ હશે તો કષ્ટ લાગશે નહીં જેમાં રસ નથી એ સાધના-આરાધના કષ્ટદાયક બન્યા વગર રહેતી નથી. અષ્ટપ્રકારી પૂજામાં કોઇને બે કલાક કાઢવા હોય તો એને કંટાળો નથી આવતો પણ પ્રવચન લંબાયુ. તરત કંટાળો મુખ પર દેખાય. જ્યાં રસ છે ત્યાં રુચિથી થાય પણ જો રસ નથી અરુચિ આવીને ઉભી રહેશે. એક મુનિવરે ગૃહસ્થ જીવનથી જ આરાધના માટે મનને સમજાવ્યું. જીવનના છેલ્લા શ્વાસે નાકે નળી અને મુખમાં સિદ્ધાચલ શિખરે દીવાનું ગાન હતું. નિર્યામક મુનિ એક લીટી ભૂલી ગયા તો યાદ કરાવી. મરણ સુધારવાના ભવમાં માર ન ખાઈએ તે જોજો. અને મરણ સુધારવા માટેના ભવમાં ફાવી ગયા વિના રહેવું નથી. દ્રવ્યલોક પ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કે જીવ જે ગતિમાં જવાનો હોય તે ગતિની વેશ્યા
લેવા આવે. લેગ્યા એટલે અધ્યવસાય. ૧) પાપગતિએ દુર્લભ છે, નરક ગતિ છે. પાપના પરિણામથી જે ગતિમાં જવું પડે તે
સૌથી ઓછી ખરાબ. ૨) પાપ રતિઃ પાપ કરવામાં આનંદ થાય તેવી ગતિ. પાપગતિ કરતા પાપરતિ
ખરાબ. ૩) પાપ મતિઃ પાપ કરવાની બુદ્ધિ બેઠી છે. પાપ ન કરવાના વિચારમાંય પાપના
વિચાર કરાવે. આ સૌથી વધારે ખરાબ છે. ત્રણેયથી બચાવનારું તત્વ જ વિવેક. રસ્તે ચાલતા પડી ગયા. ફેક્ટર થયું. ફેક્ટર ખરાબ નથી પણ આપણે પ્રભુની નીચે જોઈને ચાલવાની આજ્ઞાની અવહેલના કરી આપણી જ ભૂલનું પરિણામ આ મતિ લાવો. બધી આરાધના કરો, મહોત્સવો ભલે કરો પણ સતત વૈયાવચ્ચ કરો. એનાથી આ ત્રણ મતિઓ જશે.
એક વાત ધ્યાનમાં રાખજો. • અઢાર આલમની કોમના દિલમાં વાસ કરે તેનું જીવન ધન્ય છે. • ગુરુદેવના દિલમાં જે સ્થાન પ્રાપ્ત કરે તેનું જીવન ધન્યતર છે. • દેવાધિદેવના દિલમાં વાસ કરે તેનું જીવન ધન્યતમ છે.