________________
• ઉપાધ્યાયજી શ્રી વિમલસેન વિજયજી મ. મૂર્ણતદાતા તરીકે ઓળખાય. ક્યાંય
ક્યાંયથી સંઘોના, મુનિવરોના સંદેશા-પત્ર અને રૂબરૂ આવે. એને ક્યારેય બીજો ધક્કો ખવડાવ્યો નથી. તરત જ એમને સહાયક બને. કહે એકવાર આવવામાં કેટલી મુશ્કેલી હોય છે. સંઘ તો ગુણરત્નાકર છે. એની આરાધના સહાયક બનીને
કરવી જોઇએ. ૩) ભાવનાત્મકતાવાળુ અંતઃકરણ બનાવો - અંતઃકરણને શુષ્ક, કઠોર અને
સંવેદનહીન ન બનવા દો. હૃદયમાં કૃતજ્ઞતા, ઉદારતા અને સંવેદનશીલતાને વિકસાવો. ત્રણ કલાક શિબિરમાં એ વિશાળ સમૂહને એકરસ બનાવવું, એને ભાવમાં લઈ જવું. આંખેથી આંસુ સરે એ સહુમાં સાચા સાધર્મિકના દર્શન કરવા એ ભાવનાત્મક ભૂમિકા. હકારાત્મક ભાવમાં આપણને કોઈ રોકે? સહયોગની ભૂમિકામાં કોઈ અટકાવી શકે. તો ભાવમાં આપણને કોણ રોકે છે? આપણે આપણી પાત્રતા બહુ ઉંચી રાખી દીધી છે. શંકા પ્રથમ, શ્રદ્ધા પછી એ કારણે ભાવ જાગતા નથી. જિનશાસનની એક અદ્ભુત વિશેષતા છે. જ્ઞાની જ્ઞાનીના વંદન ન લે, પોતાના કરતા જ્ઞાનમાં, ગુણમાં તપમાં આગળ હોય તો વંદન ન કરાવે. મારી આંખે જોયેલું દશ્ય શિખરજી-શત્રુંજય સંઘ પૂર્ણ કરી મુંબઈ-વડાલા ચાતુર્માસ ગુરુદેવ સાથે જતા હતા. નવસારી મધુમતીમાં ચિંતામણી દાદાના ઉપાશ્રયમાં રોકાયા. ત્યાં ઘોર તપસ્વી પૂ.આ. શ્રી કુમુદચંદ્રસૂરિજી બિરાજમાન હતા. અમને એમના પ્રથમવાર દર્શન મળ્યા. ખૂબ રાજી થયા. દશેક વાગ્યે તપસ્વી આચાર્ય ભગવંત ગુરુદેવને વંદનાર્થે પધાર્યા. પૂ. ગુરુદેવે એમને વંદન કરતા રોક્યા કહ્યું તપસી મહારાજ તમારા વંદન સ્વીકારું તો ભાર ચડે. મારા કરતાં તપમાં, સાધનામાં, સંયમ નિષ્ઠામાં, નિઃસ્પૃહતામાં તમો ખૂબ આગળ છો. ગુણથી શ્રેષ્ઠ ને વંદન કરાવું? તમારા દર્શને તો મારી પણ આહાર સંજ્ઞા તૂટો. અમો તો જોતા જ રહ્યા. આ છે એક આચાર્યનું બીજા સૂરિભગવંત સાથે ભાવનાનું અનુસંધાન. પાલિતાણા સમીપ કીર્તિધામ. નિર્માણની સર્જનકથામાં ભાવનાત્મક ભૂમિકા જ છે. કીર્તિ ટ્રકની ટક્કરમાં પછડાયો. તત્કાળ પ્રાણ ગયા. માતા કંચને જોયું. ઘટના બની ગઈ છે તરત ટ્રક ડ્રાઇવરને કહે તું ટ્રક લઈ ભાગી જા. લોકો ભેગા થશે તને મારશે. મારો દીકરો તો ગયો. પાછો નથી આવવાનો પણ તારા દીકરાઓ ન રખડે. પિતાની છત્રછાયા વિના દીનતા ન આવે માટે ભાગી જા. સ્વદુઃખને પચાવી સામાવાળાનું હિત ભાવના વિના થોડું આવે છે? પછી તો એ કીર્તિની સ્મૃતિમાં આ ૨૦ વિહરમાન તીર્થ સર્જાયું.