________________
'વિવેકની દિવાળી, ટાળે હોળી વિવેકની હાજરી આત્માને મારક પદાર્થોથી દૂર રાખે છે અને વિનયની હાજરી આત્માને તારક તત્વો સાથે જોડી રાખે છે. પુણયના ઉદય કાળમાં જે સાધના કરી લે છે એને પાપના ઉદયકાળમાં સમાધિ ટકાવવામાં બહુ વાંધો આવતો નથી. બાપ ચિંતા કરે છે દીકરાના દુઃખની જ્યારે ગુરુ ચિંતા કરે છે શિષ્યના દોષની. મનને સમાધિમાં ઝીલતું રાખવા માટેની પ્રાથમિક શરત એ છે કે હકારાત્મક વિચારસરણી આત્મસાત કરતા જાઓ. લોકપ્રિય બનવા માટેની પ્રથમ શરત છે જીવનને સહયોગાત્મક બનાવતા જવું. સાધનાની મસ્તી માણવાની પ્રાથમિક શરત છે કે અંતઃકરણને ભાવનાત્મક બનાવેલું રાખવું. જેલનો કેદી જેલમાં પડતી અગવડો બદલ ફરિયાદો કર્યો જ જાય છે તો માર ખાય છે. તેમ કર્મના કેદી આપણે પણ જો સંસારમાં પડતી અગવડો બદલ ફરિયાદો કર્યો જ જઇશું તો માર જ ખાવાના છીએ.
દૂધ અને પાણીની પેઠે મળેલા કર્મ અને જીવને જે મુનિરૂપ રાજહંસ ભિન્ન કરે છે, તે વિવેકીવંત છે.
અનંત ઉપકારી, પરમ કર્ણાવંત, છેલ્લા ૨૫૦/૩૦૦ વર્ષના સમયમાં લઘુ હરિભદ્રસૂરિ જેવા ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા જ્ઞાનસાર ગ્રંથ દ્વારા જીવનદૃષ્ટિનું માર્ગદર્શન આપી રહ્યા છે. ૩૨ અષ્ટકો પૈકી ૧૫મા અષ્ટકમાં વિવેકનું વિશ્લેષણ દર્શાવ્યું છે. દૂધ અને પાણી જેમ ભેગા હોય તેમ જીવ અને કર્મ એકબીજા ભેગા છે. હંસની વિશેષતા છે કે દૂધ અને પાણીના મિશ્રણમાંથી દૂધને ગ્રહણ કરી લે છે અને પાણીને ત્યજી દે છે. બસ વિવેકવાળો આત્મા એ છે જે પોતાના આત્માને/જીવને કર્મથી મુક્ત કરતો રહે.
એક વાત સમજમાં રાખજો વિવેક મારક તત્વોથી બચાવી લે છે. સાથે વિનય આવે તો તારક તત્વોથી જોડાઈ રહે. ભવભ્રમણથી બચવા વિનય/વિવેક અત્યંત જરૂરી છે. વિનયની ઓળખાણ શરીર દ્વારા થાય. એના હાવભાવ અને ભાષા દ્વારા, વલણ અને વર્તુળ દ્વારા વિવેક પકડાય. માયાના દોષના કારણે હાવભાવમાં દેખાય પણ અંતઃકરણમાં ન હોય. એની કોઈ કિંમત નથી. મનને સમાધિમાં રાખો. ગલતથી સતત બચતા રહો. પ્રલોભનના જગતમાં પવિત્રતા ટકાવવી એ સિંહવૃત્તિ છે. વર્તમાનકાળ