________________
ક્રિયામાં પૂર્વ પૂર્વ જ્ઞાનપર્યોયોથી ઉત્તર ઉત્તર જ્ઞાનપર્યાયો વધારે શુદ્ધ છે. આથી પૂર્વ પૂર્વ જ્ઞાનપર્યાયોથી ઉત્તર ઉત્તર જ્ઞાનપર્યાયો છૂટા પડે છે=જુદા પડે છે. અહીં ઉત્તર ઉત્તર જ્ઞાનપર્યાયોની જુદા પડવાની અવધિ હદ પૂર્વ પૂર્વ જ્ઞાનપર્યાયો છે. આત્મા જ્ઞાનપર્યાય રૂપ છે. આથી આત્મા અપાદાન છે. ક્રિયાનો આધાર તે અધિકરણ. આત્મામાં જ જ્ઞાન થવાનું છે માટે જાણવાની ક્રિયાનો આધાર આત્મા છે. આમ જાણવાની ક્રિયાથી આત્મામાં છ કારક ઘટાવવાથી આત્મા આત્માવડે આત્મા માટે આત્મામાંથી આત્મામાં આત્માને જાણે છે એવો અર્થ થાય.'
संयमानं विवे के न, शाणे नोत्तेजितं मुनेः ।
धृतिधारोल्बणं कर्म-शत्रुच्छेदक्षम भवेत् ।।८।। (૮) વિવેવેન-વિવેકરૂપ શોન-સરાણથી ઉત્તેજિત-તણ કરેલું (અને) વૃતિઘા-37 vi-સંતોષ રૂપ ધારવડે ઉગ્ર મુને-મુનિનું સંયમ-મધં-સંયમ રૂપ શસ્ત્ર - શત્રુ-છેઃ-ક્ષ- કર્મરૂપ શત્રુનો છેદ કરવામાં સમર્થ મવે-થાય.
(૮) સંતોષ રૂપ ધારથી ઉત્કટ અને વિવેક રૂપ સરાણથી (=ધાર કાઢવાના યંત્રથી) અતિશય તીર્ણ કરેલું મુનિનું સંયમ રૂપ શસ્ત્ર કર્મ રૂપ શત્રુનું છેદન કરવા સમર્થ છે.
સંસાર પાંચ પ્રકારના છે. ૧. દ્રવ્ય સંસાર ૨. ક્ષેત્ર સંસાર ૩. કાળ સંસાર ૪. ભવ સંસાર
૫. ભાવ સંસાર