________________
આનો સાર એ આવ્યો કે ઉચ્ચ કક્ષાના સાધકોમાં પણ જે સાધકને વિષયેચ્છા આદિ રાજસ-તામસ ભાવની ઇચ્છા અને લબ્ધિઓ વગેરેની ઇચ્છા (આસક્તિ કે અહંકાર) રૂપ સાત્વિક ભાવની ઇચ્છા એ ત્રણ ઇચ્છાઓમાંથી કોઈ પણ ઈચ્છા થઈ જાય તેનું અધઃપતન થાય છે. જે સાધક આ ત્રણે ભાવો પ્રત્યે ઉદાસીન બની કેવળ શુદ્ધ ચૈતન્યભાવને જ ઇચ્છે છે તે આગળ ધપે છે.
આ જ વિષયને પાતંજલ યોગશાસ્ત્રમાં વિષયવૈરાગ્ય અને ગુણવૈરાગ્ય એ બે પ્રકારના વૈરાગ્યથી કહેવામાં આવ્યો છે. વિષય વૈરાગ્ય એટલે વિષયો પ્રત્યે અનાસક્તિ. ગુણ વૈરાગ્ય એટલે તપથી પ્રગટતી લબ્ધિ વગેરે ગુણ પ્રત્યે અનાસક્તિ. નીચલી કક્ષાના સાધકમાં વિષયવૈરાગ્ય હોય છે. ઉચ્ચકક્ષાના સાધકમાં બંને વૈરાગ્ય હોય છે. ઉચ્ચકક્ષાના સાધકો જેમ વિષયો પ્રત્યે ઉદાસીન હોય છે, તેમ તપ આદિથી પ્રગટેલી ઋદ્ધિ લબ્ધિઓ રૂપ ગુણો પ્રત્યે પણ ઉદાસીન હોય છે. આવા મહાત્માઓ સાધનામાં ખૂબ આગળ વધે છે ત્યારે તો તેમનામાં મોક્ષની ઇચ્છા પણ ન રહેવાથી સંસાર અને મોક્ષ બંને પ્રત્યે નિઃસ્પૃહ બની જાય છે.'
(મૂળ શ્લોકમાં રહેલા?? એ પદનો બાલાવબોધ (ટબા)માં “વિવેક રૂપ પર્વતના અપ્રમત્તભાવ રૂપ શિખર ઉપરથી' એવો અર્થ કર્યો છે. આથી અહીં પણ તે જ અર્થ લખ્યો છે.
आत्मन्येवात्मनः कुर्याद्, यः षट्कारकसंगतिम् ।
क्वाविवेकज्वरस्यास्य, वैषम्यं जडमज्जनात् ।।७।। (૭) યઃ-જે આત્મિનિ-આત્મામાં પર્વ-જ માત્મન:-આત્માના પત્રસંપતિ-છ કારકનો સંબંધ કરે, મચ-એને નડું-મેગ્નના-પુદ્ગલમાં મગ્ન થવાથી વિવે--અવિવેકરૂપ જ્વરનું વૈષચં-વિષમપણું ?-ક્યાંથી હોય)?
(૭) આત્મામાં જ આત્માના છ કારકના અર્થને ઘટાવનારને પુદ્ગલની મગ્નતાથી થતા અવિવેક રૂપ જ્વરની વિષમતા ક્યાંથી હોય?
જાણવાની ક્રિયાથી આત્મામાં જ છ કારકની ઘટના આ પ્રમાણે છે-જે સ્વતંત્રપણે ક્રિયા કરે તે કર્તા. આત્મા સહજભાવથી સ્વતંત્રપણે જાણવાની ક્રિયા કરે છે માટે આત્મા કર્તા છે. ક્રિયાના ફળનો આશ્રય તે કર્મ. અહીં જાણવાની ક્રિયાનું પળ જ્ઞાન છે. તેનો આશ્રય આત્મા છે. કારણ કે આત્માએ જાણવાની ક્રિયાથી શુદ્ધ આત્માને જ જાણવાનો છે. (આત્મા સિવાય બીજું કશું જાણવાનું નથી.) ક્રિયામાં જે સાધકતમપ્રકૃષ્ટ ઉપકારક હોય તે કરણ. જાણવામાં જ્ઞાનોપયોગ અત્યંત જરૂરી છે. જ્ઞાનોપયોગ વિના ન જાણી શકાય. આત્મા જ્ઞાનોપયોગમય છે. આથી આત્મા જ કારણ છે. ક્રિયાથી જે અભિપ્રેત હોય તે સંપ્રદાન. જાણવાની ક્રિયાથી આત્મા જ અભિપ્રેત છે. કારણ કે આત્મા માટે જ જાણવાનું છે. છૂટા પડવાની અવધિ=હદ તે અપાદાન. જાણવાની