________________
શુદ્ધ દેખાય છે. જેમ શુદ્ધ પણ આકાશમાં તિમિર રોગથી નીલ-પીતાદિ રેખાઓ વડે ચિત્ર-વિચિત્રતા દેખાય છે, તેમ શુદ્ધ પણ આત્મામાં અજ્ઞાનતાથી કામ-ક્રોધાદિ વિકારો વડે મિશ્રતા-કર્મ આદિ વિકારો દેખાય છે. આત્મા તો નિર્વિકાર શુદ્ધ છે. અજ્ઞાનતા તિમિર રોગ સમાન છે. કામ-ક્રોધાદિ વિકારો નીલ-પીતાદિ રેખા સમાન છે. આત્મા સ્વચ્છ આકાશ સમાન છે.'
यथा यौधैः कृतं युद्धं स्वामिन्येवोपचर्यते ।
शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं तथा ।।४।। (૪) યથા-જેમ યો-યોદ્ધાઓએ તં-કરેલું યુદ્ધ-યુદ્ધ સ્વાિિન-રાજા વગેરે સ્વામીમાં અન્ન-જ ૩૫ર્યો-આરોપાય છે, તથા-તેમ વિવેન-અવિવેકે તં-કરેલો
-ર્જિત-કર્મ પુદ્ગલના પુણ્ય પાપ રૂપ ફળનો વિલાસ શુદ્ધ-આત્મનિ-શુદ્ધ આત્મામાં (આરોપાય છે.)
(૪) પ્રશ્ન-જીવમાં કર્મ આદિ વિકારો કરનાર તો જીવ જ છે ને? ઉત્તર-ના. પ્રશ્ન-તો જીવ કર્મ બાંધે છે એમ કેમ કહેવાય છે?
ઉત્તર-ઉપચારથી. જેમ સુભટોએ કરેલા યુદ્ધનો (રાજાએ યુદ્ધ કર્યું એમ) રાજામાં ઉપચાર થાય છે, સુભટોએ કરેલો જય-પરાજય રાજાનો કહેવાય છે, તેમ અવિવેકે કરેલા કર્મ પુદ્ગલના પુણ્ય-પાપ રૂપ વિલાસનો શુદ્ધ આત્મામાં આરોપ કરવામાં આવે
અવિવેકથી ક્રોધાદિ પરિણામ થાય છે, ક્રોધાદિ પરિણામથી કામણવર્ગણાના પુદ્ગલો શુભાશુભ કર્મરૂપે પરિણમે છે. આથી કર્મોનું મૂળ કારણ અવિવેક-અજ્ઞાન છે. આમ, અવિવેકથી થયેલા કર્મ રૂપ વિકારોનો શુદ્ધ આત્મામાં “આત્માએ કર્મો કર્યા” એમ ઉપચાર થાય છે.'
इष्टकाद्यपि हि स्वर्णं, पीतोन्मत्तो यथेक्षते ।
आत्माऽभेदभ्रमस्तद्वद्, देहादावविवेकिनः ।।५।। | () યથા-જેમ પીત-ઉન્મત્ત:-જેણે ધતુરો પીધો છે એવો ફુષ્ટાદ્રિ-ઇંટ વગેરેને મપિ-પણ સ્વ-સુવર્ણ (રૂપે) ક્ષતે-જુએ છે ત–તેની જેમ વિનિ :-અવિવેકીને ટ્રેહાદ્વી-શરીર આદિમાં માત્મ-મ-શ્રમ:-આત્મા સાથે એકપણાનો વિપર્યાસ (જાણવો.)
(૫) જેણે ધતૂરો પીધો છે તેમ જેમ ઇંટ વગેરેને પણ ખરેખર સુવર્ણરૂપે જુએ છે તેમ વિવેક રહિત જીવને શરીરાદિને વિષે આત્મા સાથે એકતાનો વિપરીત બોધ થાય છે, અર્થાત્ તે શરીરાદિને જ આત્મા રૂપે માને છે.