________________
इच्छन् न परमान् भावान्, विवेकाद्रेः पतत्यधः ।
परमं भावमन्विच्छन्, नाऽविवेके निमज्जति ।।६।। (૬) પરમાન માવા-પરમ ભાવોને ન-નહિ રૂછ–ઇચ્છતો વિવે-- વિવેકરૂપ પવર્તના અપ્રમત્તતારૂપ શિખર ઉપરથી ઘર-નીચે પતિ-પડે છે. (અને) પરમં માવ–પરમભાવને મન્વિઝ-ઈચ્છતો વિવે-અવિવેકમાં નિમન્નતિ-નિમગ્ન થતો ન-નથી.
(૬) પરમભાવોને નહિ ઇચ્છતો, એટલે કે સાત્વિક, રાજસ અને તામસભાવની ઇચ્છા થવાથી પરમભાવ ગ્રાહક (નિશ્ચય) નય સંમત શુદ્ધ ચૈતન્યની ઉપેક્ષા કરતો, આત્મા વિવેક રૂપ પર્વતના અપ્રમત્તભાવ રૂપ શિખર ઉપરથી નીચે પડે છે. સર્વ વિશુદ્ધ આત્મભાવનું અન્વેષણ કરતો આત્મા અવિવેકમાં નિમગ્ન થતો નથી.૧
પ્રશ્ન-રાજસ અને તામસ ભાવ અશુભ હોવાથી તેની ઇચ્છા થવાથી વિવેક રૂપ પર્વતથી નીચે પડે એ બરોબર છે. પણ સાત્ત્વિકભાવ (ક્ષાયોપથમિક ભાવ) શુભ હોવાથી તેને ઇચ્છનાર શા માટે વિવેક રૂપ પર્વતથી નીચે પડે?
ઉત્તર-જે સાધક હજી અધ્યાતમની ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો નથી તેને માટે સાત્વિક ભાવની ઇચ્છા લાભ કરે છે. પણ અધ્યાત્મની ઉચ્ચ કક્ષામાં તો શુદ્ધ ચૈતન્ય ભાવમાં રમણતા જ લાભ કરે છે. આથી અધ્યાત્મની ઉચ્ચકક્ષાએ પહોંચેલો સાધક તો શુદ્ધ ચૈતન્યભાવને જ ઇચ્છે છે.
આનો ભાવ આ પ્રમાણે છે-ઉચ્ચકક્ષાના સાધકને તપ વગેરેના પ્રભાવથી અનેક વિશિષ્ટતાઓથી ભરેલી અનેક પ્રકારની ઋદ્ધિ-લબ્ધિઓ પ્રગટે છે. પણ આત્મરમણતામાં લીન બનેલા મહાત્માઓ પ્રગટેલી ઋદ્ધિ-લબ્ધિઓ પ્રત્યે ઉપેક્ષા ભાવ ઘારણ કરે છે, લબ્ધિઓનો ઉપયોગ કરવાની ઇચ્છા રાખતા જ નતી, તથા લબ્ધિઓ મળવા બદલ અહંકાર કરતા નથી. જેમ અનાજ મેળવવાના આશયથી ધાન્ય વાવતા ખેડૂતને અનાજની સાથે સાથે ઘાસ મળી જાય તે બદલ અભિમાન થતું નથી, તેમ મુક્તિની કામનાથી તપ-ધ્યાનમાં મગ્ન રહેતા (ચક્રવર્તી મહાત્મા સનસ્કુમાર વગેરે) ઉચ્ચકક્ષાના સાધકને (આનુષંગિક ફળ રૂ૫) લબ્ધિઓ મળી જાય તો તેનું અભિમાન થતું નથી.
હવે જો કોઈ સાધકને તેવા પ્રકારના નિમિત્તથી ઋદ્ધિ-લબ્ધિઓમાં આસક્તિ કે અહંભાવ આવી જાય તો એ મહાત્મા આ શ્લોકમાં કહયું તેમ વિવેક રૂપ પર્વતના અપ્રમાદ રૂપ શિખરથી નીચે પડે છે. લબ્ધિઓનો ઉપયોગ કરવો એ પ્રમાદ છે. કામના ઘરમાં પેસીને કામને મારનારા મહાત્મા સ્થૂલિભદ્રજીએ (સંસારી પક્ષે બહેનો એવા) સાધ્વીજીઓ વંદનાર્થે આવતાં લબ્ધિનો ઉપયોગ કર્યો એ બીના પ્રમાદ તરીકે સુપ્રસિદ્ધ
બપિ