________________
૧૮ પ્રવચન અંશ
* પર્વતિથિએ આરંભ-સમારંભના ત્યાગથી પ્રભુની આજ્ઞાનું પાલન
તો થાય છે સાથે સાથે લોભવૃત્તિય નાશ પામે છે. * બેંકમાં કરેલ F.D.ની રકમ છ વરસે જો બમણી થઈ જાય છે તો
જે પાપો આટલા વરસથી મનમાં પડ્યા હોય તો એ પાપોનું પ્રાયશ્ચિત બમણું કરીને ન વાળવું જોઈએ? ધર્મનો મર્મ શું છે? જાતને સાફ કરો. જગતને માફ કરો. પાપોના ત્યાગ માટે વધુ સત્વ કેળવવું પડે છે તેમ વધુ ને વધુ ધર્મ આરાધવા વધુમાં વધુ ઉત્સાહની જરૂર પડે છે. પાપના સેવનનું સાતત્ય દૂર કરો. છૂટવા સમ્યફ પુરુષાર્થ કરો. કોમળ હૃદયની ત્રણ નિશાની છે : સામાના દુઃખને સમજે. કર્મના વિષમ વિપાકોને નજર સામે રાખે. અંતઃકરણમાં પરોપકારનો રસ વહેતો રાખે. પ્રભુને ભજતા રહો, કોઇની ભૂલોને ભૂલતા રહો અને સદા ભલાઈ કરતા રહો. કરુણાદષ્ટિ આંખે લાવો, કરુણાભાવ હૃદયે લાવો, કરુણાસભરતા સ્વભાવમાં લાવો. આપણી શક્તિ અનુસાર નાના નાના ઉપકારો કરતા રહો. શ્રુત સાધનામાં સાંભળવું છે જયારે ચારિત્ર આરાધનામાં સાંભળેલી વાતોને આચારમાં અમલીકરણ કરવાનું છે. ગુણ સંપદા શ્રુતના બોધને નિર્મળ કરે છે તો શ્રદ્ધાને પણ નિર્મળ બનાવે, આત્માના સહજ ગુણોને પ્રગટાવે અને આત્માની પ્રતિપળ સંવેદના કરાવે.
1 કા gs રાક્ષના
કા કા કા કારાકાંડકાકા કાકા આશા
૫ કલાક પાસાકાકા કા
કા ગાન કાકાર શાક શાક શાક. સરકાર