________________
૧૦ની શિબિર અંશ
*
* જેની દૃષ્ટિ ટૂંકી છે તેની સાથે ટૂંકેથી જ વાત પતાવજો . * મનનું માને એ ધર્મી બની શકે નહિ. અંતઃકરણનું જે માને તે
પાપી બની શકે નહિં. સંયોગો સર્જવાનું કામ કર્મનું છે અને સંયોગ પ્રત્યે સમ્યફ અભિગમ કેળવવાનું કામ તો ધર્મનું છે. પહેલી ચિંતા ભૂખ્યાની કરો બીજી ચિંતા દુઃખિયાની
ત્રીજી ચિતા સુખિયાની કરજો . .. * અતીતની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પના એ તો મનનો ખોરાક છે. * પચ્ચક્ખાણ અશુભ કર્મબંધ અને અનુબંધને સાફ કરી આપે છે. * કલ્પવૃક્ષની નીચે બેસનારે ઇચ્છા પર કાબૂ રાખવો જ પડે.
પહેલા ગૂંચવવું પછી ઉકેલવું એ જ બની ગઈ છે આજના માણસની જિંદગીની વ્યાખ્યા. વર્તમાન જેનો સાફ છે એનો ભૂતકાળ માફ છે. ચરણકમલ, નયનકમલ, મુખકમલ, હૃદયકમલ, નાભિકમલ, કરકમલ અને છેલ્લે છે આત્મકમલ. આ સાત કમલ પ્રભુની કૃપાએ ખીલે છે. પાત્રાને સીધું કરો પછી પાત્ર ભરવાનું છે.
પાત્ર સીધું એટલે શ્રદ્ધા અને ભરવાનું એટલે સમર્પિત બનવાનું છે. * પદાર્થ ક્ષેત્રે આસક્તિ ભયંકર
અને જીવક્ષેત્રે અધિકાર ભયંકર સંસારમાં દુઃખો અને દોષોને લાવનાર અધિકરણ છે. પૂજાસામાયિક-એ બધા ઉપકરણ છે. સત્કાર્યનું સેવન કરતા રહો. કોઈના સત્કાર્યોની અનુમોદના કરતા રહો.
*
*
BIRBAIJIBIA #IBE કાકા કાકા . | કાળી કાd Italizati Etivitie d ૯૪
::
:
EIR
E