________________
E૧૬ની શિબિર અંશ
I
* દુઃખ ભલે મોટું હોય પણ મન એના સ્વીકારભાવમાં છે તો દુઃખ
સાવ નાનું બની જાય છે. * તુચ્છ મન સાથે થતી ધર્મ આરાધના આત્માને માટે કેટલી
લાભદાયી બની રહે તે પ્રશ્ન છે. મહાન બન્યા પછી સત્કાર્ય શરૂ કરવાની વાત ન કરો, સત્કાર્ય આજથી જ શરૂ કરી દો. નિખાલસતા, નિશ્ચિતતા, નિર્ભયતા, નિર્દોષતા અને નિર્મળતા આ
પાંચ ગુણ બાળકમાં હોય. * હૃદય કોમળ, મન સરળ, સ્વભાવ શીતલ, વચન મધુર તો મરણ
સમાધિમય હોય. * સંપત્તિ, સુવિધા અને સુખ આ ત્રણ ચીજોને સંસારી આત્મા હંમેશા
ઈચ્છતો હોય છે. આંસુ લૂછવા એ ઉત્તમ મનોવૃત્તિ છે. આંસુ પાડવા એ મધ્યમ મનોવૃત્તિ છે. આંસુ પડાવવા એ અધમાધમ મનોવૃત્તિ છે. જડની અવગણના એટલી નુકસાનદાયક નથી. પણ જીવની અવગણનાયુક્ત જીવનશૈલી અને વિચારશૈલી બની તો ચિત્તની પ્રસન્નતા મળવી દુર્લભ છે. અમાપ સત્તા, ભરપૂર સમૃદ્ધિ અને સંખ્યાબંધ સામગ્રીને ત્રણ કલંક વળગેલા છે. ૧. મોત પછી કાંઈ જ સાથે આવવાનું નથી. ૨. મોત સુધી પણ સાથે રહેશે એ નક્કી નથી. ૩. જયાં સુધી સાથે રહેશે ત્યાં સુધી એ બધું જ તમને પ્રસન્નતા
આપશે એવી કોઈજ ગેરંટી નથી.
મી
#sad #sad GET IN Y STATEstin Vyas
૨ ૯૩.
| | કાકર
) Yo Yes