________________
૧૬ શિબિર અંશ.
* તપના બે દૂષણો છે.
૧. તપનું અજીર્ણ એટલે ક્રોધ ૨. તપનું બીજું દૂષણ છે ઈચ્છાઓ અપેક્ષાઓ આકાંક્ષાઓ તપથી સિદ્ધિ છે કાયમ માટે રસનાની લાલસાને વશ ન થવાનો દઢ નિર્ધાર. શરીરની મમતા ધર્મ ભૂલાવે છે. ચિત્તને અસ્વસ્થ કરાવે છે
માટે શરીરની મમતા ઉપર વિજય કરવો. * પાણી અગ્નિના સંગમાં આવે તો પોતાનો અધોગામી સ્વભાવ છોડી
વરાળ બનવારૂપ ઉર્ધ્વગામી બને છે. બસ તેમ તપનું છે. સંજ્ઞા-વાસના અને કર્મોની માટી હટાવી સો-ટચના આત્માના શુદ્ધ
સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. * કોલસા અગ્નિના સંગે કાળાશ પડતી મૂકી ઉજળાશ પામે તેમ
આત્માની કાળાશ જાય અને ધવલતા આવે તપના કારણે. * લોખંડ અગ્નિના સંગે ઘનતા છોડી પ્રવાહી રૂપે દ્રવી જાય તેમ
તપમાં પશ્ચાતાપના પ્રભાવે કઠોર આત્મા કોમળ બને. * નબળી વ્યક્તિઓએ નઠારા દ્રવ્યોના સંગથી બચવું
કષાયની તીવ્રતા એ વૈરાગ્યની કચાશ છે. મન એ માત્ર મન નથી પણ વિરાટ શક્તિનો ભંડાર છે એમ માનજો. આચારપાલનમાં બેદરકાર બને તેની પરિણામ શુદ્ધિ કાલ્પનિક
બને. આભાસિક બને. * ભુંડને વિષ્ટાનું આકર્ષણ, માખીને ગંદવાડનું આકર્ષણ તેમ
યૌવનને અશ્લીલતાનું આકર્ષણ હોય. માટે સાવધ રહેજો .
કાકા કાણા પાડાશા શાક શાળા શાળાના શિક્ષકો saint ViniranirtainmeaniY ૮૮f sYainsmiiiiiiiiiiiiY sites