________________
શિબિર અંશ
* ધર્મ કરવો જુદી વાત છે અને ધર્મી બનવું જુદી વાત છે. * ડુંગળીમાં સુવાસની અનુભૂતિ જો શક્ય નથી તો અહંકારીમાં
સગુણોની સુવાસ અનુભવવા મળે એ શક્ય જ નથી. પાપથી ખરેખર મુક્ત થવું હોય તો પાપના બળ તરફ નજર રાખવાને બદલે પાપના ફળ તરફ જ નજર રાખશો. ધર્મની ખરેખર હૃદયમાં પ્રતિષ્ઠા કરી દેવી હોય તો ધર્મના ફળ તરફ જોયા કરવાને બદલે ધર્મના બળને અનુભૂતિનો વિષય બનાવો. પરમાત્મા આ જગતને બનાવતા નથી પણ એ જેવું છે તેવું બતાવે છે. જૂઠ બોલવાના ચાર કારણ છે ક્રોધ-લોભ-ભય અને મશ્કરી. આમાંનું એક પણ કારણ અરિહંત પરમાત્મામાં વિદ્યમાન નથી અને એટલે જ એમના મુખમાંથી નીકળતું પ્રત્યેક વચન એ સત્ય વચન છે. અનંત જ્ઞાનીઓના ઉપદેશને આપણા ગલત અનુભવોના આધારે ચકાસવાની ભૂલ ક્યારેય કરવા જેવી નથી. આલોચના સાધકને આરાધક બનાવે છે. અહં ઓગાળે છે. પાપ પ્રત્યે ધિક્કારભાવ જગાડે છે. કાળજુ કોમળ બનાવે છે. દેવ-ગુરુના હૃદયમાં સ્થાન અપાવે છે. આલોચનાની તાકાત અધિકાઅધિક છે. સંસારમાં જે પણ દોડધામ કરો છો એની પાછળ જાતને બે પ્રશ્નો પૂછો. ૧. કોના માટે કરું છું.
૨. શેના માટે કરું છું. * વિજ્ઞાને આ જગતને બે ભેટ આપી :
સમયને બચાવવાના સાધનો આપ્યા અને સમયને પસાર કરવાના સાધનો આપ્યા.
as on
તુ
ITIES SEE
Alta f #
jalarati are હisiY silsizeasy